________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
મેક્ષમાળા શિક્ષાપાઠ. ૪૬. કપિલમુનિ, ભાગ ૧:–
કૌશાંબી નામની એક નગરી હતી. ત્યાંના રાજદરબારમાં રાજ્યનાં આભૂષણરૂપ કાશ્યપ નામનો એક શાસ્ત્રી રહેતા હતા. એની સ્ત્રીનું નામ શ્રીદેવી હતું. તેના ઉદરથી કપિલ નામને એક પુત્ર જન્મ્યા હતા. તે પંદર વર્ષને થયો ત્યારે તેના પિતા પરધામ ગયા. કપિલ લાડપાલમાં ઉછરેલો હોવાથી કંઈ વિશેષ વિદ્વત્તા પામ્યો નહતો, તેથી તેના પિતાની જગે કઈ બીજા વિદ્વાનને મળી. કાશ્યપશાસ્ત્રી જે પૂજી કમાઈ ગયા હતા તે કમાવામાં અશક્ત એવા કપિલે ખાઈને પૂરી કરી. શ્રીદેવી એક દિવસ ઘરના બારણામાં ઊભી હતી, ત્યાં બે ચાર નાકર સહિત પોતાના પતિની શાસ્ત્રીય પદવી પામેલે વિદ્વાન જતે તેના જેવામાં આવ્યો. ઘણા માનથી જતા આ શાસ્ત્રીને જોઈને શ્રીદેવીને પિતાની પૂર્વ સ્થિતિનું સ્મરણ થઈ આવ્યું.
જ્યારે મારા પતિ આ પદવીપર હતા ત્યારે હું કેવું સુખ ભગવતી હતી! એ મારું સુખ તે ગયું પરંતુ મારો પુત્ર પણ પૂરું ભએ નહીં. એમ વિચારમાં ડોલતાં ડોલતાં તેની આંખમાંથી દડદડ આંસુ ખરવા મંડયાં. એવામાં ફરતો ફરતો કપિલ ત્યાં આવી પહોંચ્યું; શ્રીદેવીને રડતી જોઈ તેનું કારણ પૂછયું. કપિલના બહુ આગ્રહથી શ્રીદેવીએ જે હતું તે કહી બતાવ્યું. પછી કપિલ બોલ્યા “જે મા ! હું બુદ્ધિશાળી છું, પરંતુ મારી બુદ્ધિને ઉપગ જેવો જોઈએ તે થઈ શક્યો નછી, એટલે વિદ્યા વગર હું એ પદવી પામ્યું નહીં. તું કહે ત્યાં જઈને હવે હું મારાથી બનતી વિદ્યા સાધ્ય કરું.”
For Private And Personal Use Only