________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા
૧૪૭ શ્રીદેવીએ ખેદ સાથે કહ્યું: “એ તારાથી બની શકે નહીં, નહીં તે આર્યાવર્તની મર્યાદા પર આવેલી શ્રાવસ્તી નગરીમાં ઇંદ્રદત્ત નામને તારા પિતાને મિત્ર રહે છે, તે અનેક વિદ્યાર્થી ઓને વિદ્યાદાન દે છે; જે તારાથી ત્યાં જવાય તે ધારેલી સિદ્ધિ થાય ખરી.” એક બે દિવસ રોકાઈ સજજ થઈ, અસ્તુ કહી કપિલજી પંથે પળ્યા.
- અવધ વીતતાં કપિલ-શ્રાવસ્તીએ શાસ્ત્રીજીને ઘેર આવી પહોંચ્યા. પ્રણામ કરીને પિતાને ઇતિહાસ કહી બતાવ્યું. શાસ્ત્રીજીએ મિત્રપુત્રને વિદ્યાદાન દેવાને માટે બહુ આનંદ દેખાડો. પણ કપિલ આગળ કંઈ પૂંછ નહોતી કે તેમાંથી ખાય, અને અભ્યાસ કરી શકે; એથી કરીને તેને નગરમાં યાચવા જવું પડતું હતું, યાચતાં યાચતાં બપોર થઈ જતા હતા, પછી રઈ કરે, અને જમે ત્યાં સાંજને થોડો ભાગ રહેતો હતે; એટલે કંઈ અભ્યાસ કરી શકતો નહોતે, પંડિતે તેનું કારણ પૂછયું ત્યારે કપિલે કહી બતાવ્યું. પંડિત તેને એક ગૃહસ્થ પાસે તેડી ગયા. એને હંમેશાં ભેજન મળે એવી
ઠવણ એક વિધવા બ્રાહ્મણને ત્યાં તે ગૃહસ્થ કપિલની અનુ. કંપા ખાતર કરી દીધી. જેથી કપિલને તે એક ચિતા ઓછી થઈ.
શિક્ષાપાઠ ૪૭. કપિલમુનિ, ભાગ ૨:–
એ નાની ચિંતા ઓછી થઈ, ત્યાં બીજી મેટી જંજાળ ઊભી થઈ. ભદ્રિક કપિલ હવે યુવાન થયે હતે; અને જેને ત્યાં તે જમવા જતો તે વિધવા બાઈ પણ યુવાન હતી. તેની
For Private And Personal Use Only