________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા પાપનું ભાન નથી; નિરંતર માંસભક્ષણ, ચેરી, પરસ્ત્રીગમન વગેરે મહાપાતક કર્યા કરે છે એ તો જાણે અનાર્ય દેશનાં અનાર્ય મનુષ્ય છે; આર્યદેશમાં પણ ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય પ્રમુખ મતિહીન, દરિદ્રી, અજ્ઞાન અને રેગથી પીડિત મનુષ્ય છે.” માન-અપમાન ઈત્યાદિક અનેક પ્રકારનાં દુઃખ તેઓ ભોગવી રહ્યાં છે.
૪. દેવગતિ–પરસ્પર વેર, ઝેર, કલેશ, શેક, મત્સર, કામ, મદ, ક્ષુધા, ઇત્યાદિકથી દેવતાઓ પણ આયુષ્ય વ્યતીત કરી રહ્યા છે, એ દેવગતિ.
એમ ચાર ગતિ સામાન્યરૂપે કહી. આ ચારે ગતિમાં મનુષ્ય ગતિ સૌથી શ્રેષ્ઠ અને દુર્લભ છે; આત્માનું પરમ હિત મોક્ષ એ ગતિથી પમાય છે. એ મનુષ્ય ગતિમાં પણ કેટલાંય દુઃખ અને આત્મસાધનમાં અંતરાયે છે.
એક તરુણ સુકુમારને રેમે રોમે લાલચેળ સુયા વેંચવાથી જે અસહ્ય વેદના ઉપજે છે તે કરતાં આઠગણી વેદના ગર્ભ સ્થાનમાં જીવ જ્યારે રહે છે ત્યારે પામે છે. મળ, મૂત્ર, લેહી, પરુમાં લગભગ નવ મહિના અહોરાત્ર મૂર્ણાગત સ્થિતિમાં વેદના ભેગવી જોગવીને જન્મ પામે છે. જન્મ સમયે ગર્ભ સ્થાનની વેદનાથી અનંતગુણી વેદના ઉત્પન્ન થાય છે. ત્યાર પછી બાલાવસ્થા પમાય છે. મળ, મૂત્ર, ધૂળ અને નગ્નાવસ્થામાં અણસમજણથી રઝળી, રડીને તે બાલાવસ્થા પૂર્ણ થાય છે; અને યુવાવસ્થા આવે છે. ધન ઉપાર્જન કરવા માટે નાના પ્રકારના પાપમાં પડવું પડે છે. જ્યાંથી ઉત્પન્ન થયો છે ત્યાં એટલે વિષય વિકારમાં વૃત્તિ જાય છે. ઉન્માદ, આળસ, મે. ૭
For Private And Personal Use Only