________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે વળી લઈ લડી
મોક્ષમાળા અભિમાન, નિંદષ્ટિ, સંગ, વિયાગ એમ ઘટમાળમાં યુવા વય ચાલી જાય છે. ત્યાં વૃદ્ધાવસ્થા આવે છે. શરીર કંપે છે, મુખે લાળ ઝરે છે, ત્વચા પર કરચલી પડી જાય છે, સૂંઘવું, સાંભળવું અને દેખવું એ શક્તિઓ કેવળ મંદ થઈ જાય છે, કેશ ધવળ થઈ ખરવા મંડે છે. ચાલવાની આય રહેતી નથી. હાથમાં લાકડી લઈ લડથડી ખાતાં ચાલવું પડે છે. કાં તે જીવનપર્યત ખાટલે પડ્યાં રહેવું પડે છે. શ્વાસ, ખાંસી ઈત્યાદિક રેગ આવીને વળગે છે, અને થોડા કાળમાં કાળ આવીને કળીઓ કરી જાય છે. આ દેહમાંથી જીવ ચાલી નીકળે છે. કાયા હતી ન હતી થઈ જાય છે. મરણ સમયે કેટલી બધી વેદના છે? ચતુર્ગતિનાં દુઃખમાં જે મનુષ્યદેહ શ્રેષ્ઠ તેમાં પણ કેટલાં દુઃખ રહ્યાં છે. તેમ છતાં ઉપર જણાવ્યા પ્રમાણે અનુક્રમે કાળ આવે છે એમ નથી. ગમે તે વખતે તે આવીને લઈ જાય છે. માટે જ પ્રમાદ વિના વિચક્ષણ પુરુષે આત્મકલ્યાણને આરાધે છે.
રહેવું પડે છે. કાળમાં
શિક્ષાપાઠ ૧૯. સંસારને ચાર ઉપમા; ભાગ ૧:
સંસારને મહા તત્ત્વજ્ઞાનીઓ એક સમુદ્રની ઉપમા પણ આપે છે. સંસારરૂપી સમુદ્ર અનંત અને અપાર છે. અહા ! લેકે! એને પાર પામવા પુરુષાર્થનો ઉપયોગ કરો! ઉપયોગ કરે ! આમ એમનાં સ્થળે સ્થળે વચને છે. સંસારને સમુદ્રની ઉપમા છાજતી પણ છે. સમુદ્રમાં જેમ મેજાની છોળો ઉછળ્યા કરે છે, તેમ સંસારમાં વિષયરૂપી અનેક મોજા ઉછળે છે. સમુદ્રના જળને ઉપરથી જેમ સપાટ દેખાય છે, તેમ સંસાર
For Private And Personal Use Only