________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા
શિક્ષાપાઠ ૧૮. ચાર ગતિ –
શાતા વેદનીય અશાતા વેદનીય વેદતાં શુભાશુભ કર્મનાં ફળ ભેગવવા આ સંસારવનમાં જીવ ચાર ગતિમાં ભમ્યા કરે છે. એ ચાર ગતિ ખચીત જાણવી જોઈએ.
૧. નરકગતિ–મહારંભ, મદિરાપાન, માંસભક્ષણ ઈત્યાદિક તીવ્ર હિંસાના કરનાર જ અઘાર નરકમાં પડે છે. ત્યાં લેશ પણ શાતા, વિશ્રામ કે સુખ નથી. મહા અંધકાર વ્યાપ્ત છે. અંગછેદન સહન કરવું પડે છે, અગ્નિમાં બળવું પડે છે. અને છરપલાની ધાર જેવું જળ પીવું પડે છે. અનંતદુઃખથી કરીને જ્યાં પ્રાણુંભૂતે સાંકડ, અશાતા અને વિલવિલાટ સહન કરવો પડે છે. જે દુઃખને કેવળજ્ઞાનીઓ પણ કહી શકતા નથી. અહેહે !! તે દુઃખ અનંતીવાર આ આત્માએ ભેગવ્યાં છે.
૨. તિર્યંચગતિ–છલ, જૂઠ, પ્રપંચ ઇત્યાદિક કરીને જીવ સિંહ, વાઘ, હાથી, મૃગ, ગાય, ભેંસ, બળદ ઇત્યાદિક શરીર ધારણ કરે છે. તે તિર્યંચગતિમાં ભૂખ, તરસ, તાપ, વધબંધન, તાડન, ભારવહન કરવા ઈત્યાદિકનાં દુઃખને સહન
૩. મનુષ્યગતિ—“ખાદ્ય, અખાદ્ય વિષે વિવેકરહિત છે; લજજાહીન, માતા-પુત્રી સાથે કામગમન કરવામાં જેને પાપા
૧. દિઆ૦ પાઠા –સંસારવનમાં જીવ શાતા વેદનીય અશાતવેદનીય વેતો શુભાશુભ કર્મના ફળ ભોગવવા આ ચાર ગતિમાં ભમ્યા કરે છે.”
For Private And Personal Use Only