________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯૦
શ્રીયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
પાથરી મધ્યમ અગ્નિ કરવા અને ફેરવતા જવુ. જ્યારે મધ્યમ શેકાઇ રહે ત્યારે નીચે ઉતારી બીજા વાસણમાં કાઢી વાટી વસ્ત્રગાળ કરી ભરી રાખવું. કડુને શેકતાં તેના ખળીને કેાલસા ન થઈ જાય તે ખાસ ધ્યાનમાં રાખવુ,
૪. મંડૂરભસ્મઃ-મહૂરના કટકા લઈ તેને અગ્નિમાં લાલચાળ તપાવી સાત વખત ગામૂત્રથી ભરેલા પાત્રમાં ઠં’ડા કરવા. ત્યાર ખાદ તેને ખાંડી ખારીક કરી ખરલમાં નાખી તેમાં જોઈએ તેટલુ' ગોમૂત્ર નાખી, પિસ્તાળીસ દિવસ સુધી એમૂત્રમાંજ ખરલ કરી ગાળે વાળવા, પછી સરાવસ પુટમાં મૂકી કપડમટ્ટી કરી ગજપુટના અગ્નિ આપવા. સ્વાંગશીત થયે ખૂબ વાટી ભરી રાખવુ.
૫. મ’ડૂરવાળું નવાયસ ગૃ:-હરડે, નાગરમેાથ, અહેડાં, આમળાં, સૂંઠ, મરી, પીપર, વાવડિંગ, ચિત્રકમૂળ, મહૂરભસ્મ તાલા નવ લેવી તથા બાકીનાં વસાણાં એકેક તાલા લઈ, વાટી વસ્ત્રગાળ કરી છ કલાક ખરલ કરી રાખવુ.
૬. શૃંગ્યાદિ ચૂ-લી’ડીપીપર તાલા ૫, કાકડાશિ’ગ તેાલા ૫ અને અતિવિષની કળી તાલા ૫, એ ત્રણેને ખાંડી વસ્ત્રગાળ કરી ભરી રાખવુ.
૭. નાગરાદિ કવાથઃ-સૂઠ, દેવદાર, ધાણા અને લેયરીગણી એ જાતની અને અધકચરાં ખાંડી બગડે નહિ તેમ મૂકવુ.
૮. ગુડુચ્યાદિ કવાથ-લીમડાની ગળા, ધાણા, પદમક, કરિયાતું, લીંબછાલ, નાગરમેાથ, સુખડ અને ખડસલિયા અને અધકચરાં ખાંડી બગડે નહિ તેમ ભરી રાખવું,
૯. કુટકી ચૂ: કડુમાંથી કચરા સાફ કરી વસ્ત્રગાળ ચૂર્ણ કરી રાખી મૂકવુ’.
૧૦. વિકળાનુ' ઘી-શુભ દિવસે વિકળાનાં પાન તાલા ૧૦ ને આશરે લાવી પથ્થર પર વાટી કલ્ક બનાવી, એક પાત્રમાં ગાય
''
For Private and Personal Use Only