________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૯૧
નુ ધી તેાલા ૪૦ લઇ તેમાં વિકળાના કલ્ક નાખી મધ્યમ અગ્નિથી પકાવવું, જ્યારે કલ્ક માંહેના રસ મળી જઈ ફક્ત શ્રી બાકી રહે, ત્યારે નીચે ઉતારી શ્રી ગાળી કાચના કુપ્પામાં ભરી રાખવુ.
૧૧. શિવાક્ષાર પાચનઃ-હિ'ગાષ્ટક ચૂર્ણ તાલા ૧૦, સાજીખારનું ચૂર્ણ તાલા ૧૦ અને હીમજનુ ચૂર્ણ તાલા ૧૦ લઇ એક દિવસ ખરલ કરી ભરી રાખવું.
૧૨. રાજવટી:-સૂંઠનું ચૂર્ણ તાલા ૮, સિધવનું ચૂણ' તાલા ૪, આમલસારા શુદ્ધ ગંધક તાલા ૨ અને હરડેનું ચૂણ તાલા ર એ સવને વાટી વસ્ત્રગાળ કરી લીંબુના રસમાં સારી પેઠે છૂટી બબ્બે વાલની ગાળીએ વાળવી. આ ગાળી તૈયાર કરવામાં ધાતુપાત્રના ઉપયોગ ન કરતાં કાચના અથવા ચીનાઇ માટીના વાસણના ઉપયાગ કરવા. જેમ વધારે વખત ખરલ કરવામાં આવે તેમ વધારે ગુણકારી થાય છે.
૧૩. લાંપડી (હેમડી)નાં બીજઃ-ચામાસુ` ઊતરી ગયા પછી જે ખેતરમાં જુવાર-બાજરી વાવવામાં આવે છે, તેમાં વગર વાળ્યે આ છેડ ઊગી આવે છે. તેને લાંપડી અથવા લાંબડીના નામથી ઓળખવામાં આવે છે. આ છોડ કમરપૂર અથવા તેથી વધારે ઊંચા થાય છે. એકેક છેડમાં લગભગ પાંચથી વીસ સુધી શાખાઓ હાય છે. તે દરેક શાખાને મથાળે એક અથવા એ ઝૂડી સાથે નીકળેલી હેાય છે, જેમાં નીચેથી સફેદ રંગ અને ઉપરથી ઘેરા ગુલાખી રંગ હોય છે. તે હૂંડીમાં ખારીક નાનાં કાળાં ચળકતાં બીજ હાય છે. કારતક માસમાં શુભ દિવસે જંગલમાં જઇ તેની હૂંડીઓ ઉતારી લાવવી. આ ડૂ'ડીએ એક કાથળા હોય તે તેમાંથી શેર ખીજ નીકળે છે. આડ્ડીએ લાવી એક ગુણપાટ પર પાથરી સૂર્યના તાપમાં તથા ઝાકળમાં તડકે શિયાળાના પવન ખાતી રાખી મૂકવી, ત્યાર બાદ તેને લાકડાની હથેાડી વતી છૂંદી
For Private and Personal Use Only