________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસવિદ્યા-વિજ્ઞાન
૧૦૧૮
કરી અનુભવ લીધા પછી, તેમાં લખેલા ફળ પ્રમાણે ફળ ન થાય પણ તેથી છે ભાગે ફળ જણાય, તે તે ગ્રંથકર્તાને દેષ નહિ કાઢતાં, અમારી ક્રિયામાં કઈ જાતની ખામી છે એમ માનનારા હોવાથી, અમને દેશ ને કાળ અનુસાર જે સાહિત્ય મળી આવ્યું, તે સાહિત્ય પ્રમાણે અમે પ્રથમ રસશાસ્ત્રના–રસરને સમુચ્ચય, રસરત્નાકર, રસેન્દ્ર ચિન્તામણિ, રસચિન્તામણિ, રસરાજ સુંદર, રસસારસંગ્રહ, રસસંકેતકલિકા, રસહૃદયતંત્ર, આયુર્વેદ સુધાકર, શારંગધર, ભાવપ્રકાશ, આદિ રસવિદ્યાના ગ્રંથનું અવલોકન કર્યું અને તેની સાથે શ્રીમાન નૃસિંહાચાર્ય તરફથી પ્રકટ થયેલી ગિ. ની કુમારીની વાર્તામાં ગૂંથાયલું રસસિદ્ધિશાસ્ત્ર વાંચ્યું. એ વાંચવાથી એકંદરે એવા નિશ્ચય પર આવવું પડ્યું કે તમામ રસશાસ્ત્રોને ગ્રંથોમાં પારદને સપ્તકંચુકી અને દશ દોષમુક્ત કરી, આઠ સં. સ્કાર આપી બુભુક્ષિત કરવા સુધીની વૈદ્યોને આજ્ઞા છે અને તે પછીના દશ સંસ્કાર કરવાને અધિકાર સિદ્ધો તથા રોગીઓને છે. એટલું જ નહિ પણ રસસિદ્ધિશાસ્ત્રમાંથી એક ઉપદેશ એ લેવામાં આવ્યો કે, આ વિદ્યા સિદ્ધ લેકેની શેધેલી છે અને તે માત્ર જગતના ઉપકારને માટે પ્રકટ કરવામાં આવેલી છે, માટે વૈદ્યોએ પારદની ઉપાસના કરવાનું આરંભ કરતાં પહેલાં પિતાના અંતઃકરણમાં સંક૯પ કરે કે, “આ પારદને હું જે સંસ્કારિત કરું છું, તે મારે માટે ધન એકઠું કરવાને કરતા નથી, પણ માત્ર જગતના ઉપકારને માટે આ કાર્યમાં પ્રવૃત્ત થાઉં છું.” એ નિશ્ચય કરીને પારદના કામમાં પ્રવેશ કરશે, તે સિદ્ધ-મહાત્માઓ તરફથી વખતોવખત ગુપ્ત સૂચનાઓ મળશે, જેથી ગુરુપરંપરાની જરૂર રહેશે નહિ. એવું જાણ્યા પછી પારદને સંસ્કારિત કરવા માટેનાં શાસ્ત્રોને ધ્યાનપૂર્વક અભ્યાસ કરી, એકબીજાના પાઠે મેળવી જતાં જણાયું કે, પુસ્તકો જુદાં જુદાં છે પણ ક્રિયાઓમાં
For Private and Personal Use Only