________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
- -
-
-
-
-
-
-
-
-
- -
-
-
,
,
,
બહુ ફેર દેખાતું નથી. તેથી પ્રથમ અમે રરરત્ન સમુચ્ચયમાં કહ્યા પ્રમાણે બુભુષિત પારદ બનાવવા માટે તેને આઠ સંસકાર આપવાને આરંભ કર્યો. તેની સંપૂર્ણ વિધિ અને તેમાં પ્રકટ થયેલું ફળ આ નિબંધમાળાના ક્ષયના નિબંધમાં લખવામાં આવ્યું છે. જો કે બુભુષિત પારદને ષષ્ણુણગંધક સાથે જારણ કરી ચ દ્રાદય બનાવવામાં આવ્યે હતા, તો પણ તેમાં કેટલીક ખામી રહી જવાથી ચંદ્રોદય વળી અને પળ નાશ કરશે એવી સિદ્ધિવાળે છે એમ જાણવામાં હતું, છતાં તેણે શરીરની ઘડપણની કરચલી (વળી) ને દૂર કરી, પણ પળી (સફેદ બાલ) ઉપર જોઈતી અસર કરી નહિ, તેથી બીજી વાર ચંદ્રોદય બનાવવા માટે શારંગધરસંહિતામાં લખેલી ક્રિયાઓ પ્રમાણે પારદને વિષ રહિત ક્રિયાથી બુભુક્ષિત બનાવ્યું અને તેને સુવણને ગ્રાસ આપે. તે પછી હાલ તેના ઉપર શત (૧૦૦) ગુણ ગંધક જારણ કરવાનું કામ ચાલે છે. તેને માટે અમારી તો ખાતરી છે કે, ચંદ્રોદય વળી અને પળીને દૂર કરી જગતને આશીર્વાદરૂપ થશે. દરમ્યાન બનારસનિવાસી લાલા શ્યામસુંદરાચાર્યના બનાવેલા રસાયનસાર નામના ગ્રંથમાંથી મલસિંદૂર, તાલસિંદૂર, શિલાસિંદૂર, રસસિંદૂર વગેરે બનાવવાનું મન થવાથી પારદને શુદ્ધ કરવા માટે શ્યામસુંદરાચાર્યની રીતિ નહિ પકડતાં અમે રસરત્નાકરમાં લખેલી તસ ખરલની વિધિ કે જેનાથી સ્વેદન, મર્દન અને મુખકરણ (દીપન) સંસ્કાર થઈ પારો બુભુષિત થાય છે, તે કિયા પ્રમાણે પારાને શુદ્ધ કરી તેને પડ ગુણ ગંધક જારણ કરી, ઉપર લખેલાં સિંદરો બનાવ્યાં છે અને તે રોગીઓ ઉપર અસરકારક ગુણ બતાવનાર નીવડ્યાં છે. આને લાભ અમારા વૈદ્યબંધુઓ જાતે બનાવી જગતના ઉપકાર માટે ભરહિત થઈ યશ અને કીર્તિ મેળવે એવા હેતુથી તે શુદ્ધ
For Private and Personal Use Only