________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
જે પ્રકારના વેગને રોકે છે, તે પ્રકારના પોતાના સ્થાનથી ચલિત થયેલા દેને તે તે સ્થાનમાં રહેલો અપાનવાયુ બહાર કાઢવા દે નહિ, અથવા તે તે સ્થાનમાં રહેલા પિત્ત તથા કફને જોઈતું પેપણ મળે નહિ, બલકે ઊલટા તેને સૂકવી નાખે. આથી શરીરમાં જે જે સ્થાનના વેગને રોકવામાં આવે, તે તે સ્થાનને દેષમાં હીન, મિથ્યા અને અતિયોગ થવાથી જે પીડા શરીરમાં ઉત્પન્ન થાય તેને ઉદાવત રોગ કહે છે. કેટલાક દેશમાં એ રિવાજ છે કે, સભામાં બેઠેલે અથવા વડીલની પાસે બેઠેલ કોઈ પણ માણસ અધોવાયુને અવાજ સાથે જવા દે, તે તેની આબરૂ જાય. બલકે ભેગજેગે આધેવાયુ છૂટી ગયે તે તે માણસને એટલી બધી શરમ આવે, કે ઘણા દિવસ સુધી કોઈને તે મેં પણ બતાવી શકે નહિ! એવીજ રીતે અધેવાયુના વેગને, વિષ્ટાના વેગને, મૂત્રના વેગને, બગાસાના વેગને આંસુના વેગને છીંકના વેગને, ઓડકારના વેગને, ઊલટી, શુક, ક્ષુધા, તૃષા, શ્વાસ અને નિદ્રાના વેગને રોકવાથી જુદી જુદી જાતના તેર પ્રકારના ઉદાવત રોગ થાય છે. બીજા ગેમાં મિથ્યા આહાર અને વિહાર અથવા કોઈ આગંતુક કારણથી રોગ ઉત્પન્ન થાય છે અથવા માનસિક વિચારથી રોગ ઉત્પન્ન થાય છે, પરંતુ આ ઉદાવતમાં લજજાથી અધેવાયુ, આળસથી મળમૂત્ર, ભયથી બગાસાં, છીંક, ઓડકાર, શુક, સુધા, તૃષા, નિદ્રા અને શેકથી આંસુ, ઊલટી તથા શ્વાસના વેગને રોકવા પડતા હોવાથી કાંઈ આંગતુક કારણ કહે વાચ નહિ. એટલે ઉદાવતમાં જે જે વેગને રોકવાથી જે જે ઉપદ્ર શરીરમાં વ્યાધિરૂપે જણાય છે, તેનું નિદાન કરવામાં ચિકિ
સકે મિથ્યા આહાર અને મિથ્યા વિહારથી ઉત્પન્ન થયેલા ઉપદિ માનીને તેની ચિકિત્સા કરવા જાય તો તેમાં તે નિષ્ફળ નીવડે છે. કારણ કે મિથ્યા આહાર-વિહારથી દેષમાં તેને હીન, મિથ્યા
For Private and Personal Use Only