________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શળગ, ગુલ્મ
ને ઉદાવતરાગ
૭૧૭
-
-
-
-
-
-
-
-
-
-
-
--
-
-
-
-
-
-
--
----
તલા આપવાથી કફગુલમ મટે છે. અથવા સાગનાં બીજની ગોળી આપવાથી વાત-કફ-ગુલ્મમાં વધારે ફાયદો થાય છે.
ઝાડવાંની માત્રાટ-અરણીનાં લાકડાં, મરીકંથારનાં લાકડાં, દિવેલાનાં લાકડાં, તલનાં તલસરા, ખરસાણીની ડીરી, કંટાળાથોરનાં લાકડાં, આકડાનાં લાકડાં, કેળને થશે, તુલસી અને આમલીનાં ફળ ઉપરનાં છોડાં, એ પ્રમાણેના ઝાડનાં લાકડાં એટલે ડાંખળાં, મળે તે ફળ, ફૂલ અને પાતરાં સાથે એકઠાં કરી, સૂકવી એક ખાડે છેદી તે ખાડામાં અર્ધી લાકડાં ભરી બાળી મૂકવાં. તેને પાકે દેવતા થાય એટલે અજ, અજમેદ, સૂંઠ, સૂકી હળદર, આંબાહળદર, સાજીખાર, સંચળ, સિંધવ, બંગડીખાર તથા પાપડિયે ખાર એ બધાં વસાણું એકેક શેર લઈ, ખાંડી પેલા ખાડામાં નાખવાં. પછી બાકીનાં લાકડાં તે ઉપર બાળવાં. બળીને તેની ભસ્મ થઈ જાય તેવી રીતે ઠંડાં પડ્યા પછી તે તમામ ઝાડવાંની રાખેડી અંદર નાખેલા ક્ષાર સાથે કાઢી લઈ, એક મોટા તપેલામાં નાખી, તેમાં રાખેડીના વજન કરતાં ત્રીસગણું પાણી નાખી, રહેવા દેવું. દરરોજ દિવસમાં બેત્રણ વાર લાકડીથી તેને હલાવવું. હાથ ઘાલીને હલાવશે તે વખતે હાથે છાલાં પડશે.ચેથે દિવસે તે પાણી નીતરતું ગાળી લઈ, ચૂલા પર ચડાવી બાળતાં બાળતાં દૂધપાક જે ક્ષારને રગડે થાય ત્યારે ઉતારી લઈ, તે ક્ષારને તડકે સૂકવી, વાટી શીશીમાં ભરી લે. જે હવા લાગશે તે ક્ષારનું પાણી થઈ જશે. એ ક્ષારમાંથી ત્રણે પ્રકારના ગુલમના રોગીને પેટના દુખાવાના રોગીને અથવા બરોળ કે યકૃતમાં સોજો આવ્યા હોય તેવા રોગીને એકેક વાલ, દિવસમાં ત્રણ વાર છાશ સાથે અથવા ગરમ પાણી સાથે આપવાથી ગુલમરોગ સારા થાય છે.
ઉદાવત રોગ:-જે માણસ ભયથી, શેકથી લજજાથી અને આળસથી પોતાના શરીરમાં ઉત્પન્ન થતા તેર પ્રકારના વેગે પૈકી
For Private and Personal Use Only