________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાળરોગ, ગુએરેગ ને ઉદાવતરંગ
હાલ
મળી.
,
અને અતિગ થઈને દેશોના આશયને તથા અગ્નિની કળાને બગાડી ઉપદ્રવરૂપે દેખાય છે. આ ઉદાવતમાં ભયથી, શેકથી અને થવા આળસ કે લજજાથી શરીરના ચાલતા પ્રવાહને ઊલટી દિશામાં વહેવડાવવાથી મળમાં બગાડ થઈ, પછીથી દે, ધાતુઓ, આશય અને કળાઓમાં બગાડ થાય છે. માટે રેગીએ કયા વેગને રોકેલો છે તે શોધી કાઢવામાં ન આવે ત્યાં સુધી તે રોગી ઉપર કોઈ પણ જાતની ચિકિત્સા ફળીભૂત થઈ શકતી નથી.
ઉદાવત રાગમાં મુખ્યત્વે વાયુ પ્રાધાન્ય ભેગવે છે, એટલે અધોવાયુ, મળ અને મૂત્ર રોકવાથી અપાનવાયુને હીન, મિથ્યા કે અતિગ થાય છે. ક્ષુધા કે તૃષા કવાથી સમાનવાયુને, બગાસાં, ઓડકાર, ઊલટી અને શ્વાસ રોકવાથી પાનવાયુને, નિદ્રા, આંસુ અને છીંક રોકવાથી ઉદાનવાયુને તથા શુક એટલે કામના વેગને રેકવાથી પચે વાયુને હીન, મિસ્યા અને અતિયોગ થાય છે.
અધેવાયુ રોકવાથી વાયુ, મળ અને મૂત્રકબજ થાય છે, પેટ ચડે છે, પેટમાં દુઃખા થાય છે અને વખતે રેગી બેહાશ થાય છે. ઝાડે રોકવાથી પેટમાં ગુડગુડ શબ્દ થાય છે, ચૂંક આવે છે, ગુદામાં સોયા ભેંકાય એવી પીડા થાય છે, મળ કઠણ થઈ જાય છે અને વખતે મળની ગંધવાળા ઓડકાર આવે છે. મૂત્રરોકવાથી મૂત્રાશય અને લિંગમાં શૂળ મારે છે, મૂત્રકૃચ્છુ થાય છે, માથામાં શૂળ મારે છે, ગાત્રો શિથિલ થઈ જાય છે, અંડકેશમાં પીડા થાય છે અને વખતે અંડની સંધિ ખેંચાઈ જાય છે. બગાસું રોકવાથી ડેકની નસ અને ગળું તણાય છે, મસ્તકમાં વાયુની પીડા થાય છે અને તેમાંથી આંખના,નાકના, મુખના અને કાનના રોગો લાગુ પડે છે. આંસુ રોકવાથી નેત્રના રોગો અને માથા ઉપર બેજે મૂક હોય એવું થાય છે તથા વખતે પીનસરોગ થઈ જાય છે. છીંક રે કવાથી ડેકી ખેંચાય છે, કપાળ
For Private and Personal Use Only