________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨
-
- -
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
જ્યાં સુધી તાર ન થાય ત્યાં સુધી ખૂબ વાટવા. મલમ તૈયાર થયે કપડા પર પટ્ટી બનાવી લગાવી દેવાથી છ માસની અંદરની કઠમાળ, દાદર, ખરજવું, ચાંદી વગેરેને મટાડે છે.
૨૪-વૈદ્ય દેવજી આશુ ગૂમડાં માટે-નવસાર ભાગ ૨ અને કપૂર ભાગ ૧ પાણી સાથે વાટી ગૂમડાં ઉપર ચોપડવાથી ઠંડક આવશે.
૨૫-ડૉકટર પ્રભાશંકર કુણ અંગે-મુંબઈ રસવંતી ઘસી પાણીમાં લેપ કરવાથી ગ્રંથિ, સજા, ઘા અને સાંધાના દુખાવાના જખમ ઉપર પડવાથી પાકી, ટી, પરુ નીકળી રુઝાઈ જાય છે.
૨૬-વૈદ્ય કનૈયાલાલજી પુરાણુતાલ (માલવા)
પાકા મૂળાનો રસ ચોપડવાથી ચામડી ઉપર થતા કરોળિયા તેમજ પગનાં તથા હાથનાં તળિયાંમાં ફાટ પડે છે તે મટે છે.
ર૭-વૈદ્ય નારકર હરગોવિંદ-બારડોલી કુદરડી નામની વનસ્પતિ થાય છે, જેને હાથે મસળતાં ખરાબ ગંધ આવે છે. તેનાં સાડાત્રણ પાતરાં ગોળમાં મેળવી ખવાડી દેવાં. આથી શરીરના કોઈ પણ ભાગમાં કાંટે (બાવળને) ભેંકા હોય અને અંદર રહી ગયેલ હોય, તે કાંટે અંદર ગળી જાય છે અને પીડા મટી જાય છે. એક જ વાર ગળવાથી ફાયદો થાય છે.
૨૮-વૈદ્ય કેશવરામ હરિશંકર ભટ-કાપોદ્રા ૧. ખરજવું-ખરજવાવાળી જગ્યાને સાબુથી સાફ કરી પછી દાતણ કર્યા વિના વાસી મુખે બાવચીનાં બિયાં ચાવી ચાવીને લુગદી કરી ખરજવા ઉપર ચોટાડી ઉપર પાટે બાંધવે તે પાટે એક મહિને છેડે એટલે ખરજવું મટી જશે.
For Private and Personal Use Only