________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५-शूकरोग, गुल्मरोग ने उदावतरोग
વાયુને ઉત્પન્ન કરનારાં એટલે પિત્તને હીનયોગ કરનારા અને કફને મિથ્યાયોગ કરનારાં ખાનપાન અને વિહારથી તથા પિત્તને અતિગ કરનારાં, વાયુને હીનચોગ કરનારા અને કફનો મિથ્યા
ગ કરનારાં ખાનપાન અને વિહારથી તથા કફને અતિગ કરનારા અને પિત્તને હીનાગ કરનારાં તથા વાયુને મિથ્યાયોગ કરનારાં ખાનપાન અને વિહારથી, વાયુનાં, પિત્તનાં, કફનાં, સન્નિપાતનાં અને આમનાં, બબ્બે દોષ મળીને આઠ પ્રકારનાં શૂળ થાય છે. તેવી રીતે જે શૂળમાં ખોરાક ખાધા પછી તે ખોરાક પચી જાય અને ળને વધારે કરે, તેવી જાતનાં ઉપર લખ્યા પ્રમાણેનાં આઠ જાતનાં બીજાં શૂળો થાય છે, જેને પરિણામશૂળ અથવા પંકિતશૂળ કહે છે. તે ઉપરાંત જે માણસ અત્યંત શેક કરે છે, જેથી યકૃતમાં રહેલે વાયુ યકૃતમાંના પિત્તને સૂકવી જરપિત્ત નામનું શૂળ ઉત્પન્ન કરે છે, જેને અંગ્રેજીમાં “ગોલસ બ્લેડર સ્ટાન’ કહે છે; એ જરપિત્તની જે પથરી બંધાય છે તેના ઉપાય નથી. પરંતુ શસ્ત્રક્રિયાને જાણનારા શસ્ત્રો એ પથરી ચીરીને કાઢી શકે છે. જે એ પથરીમાં વાયુએપિત્તને સૂકવી પથરી બનાવી હોય, તે તે પથરી કેટલેક અંશે કાઢી શકાય છે; પરંતુ વાયુએ લેહીને તથા કફને સૂકવી એટલે રંજકપિત્તને સૂકવી જે શૂળ ઉત્પન્ન કર્યું હોય, તેમાં કાળા રંગને ચીકણો પદાર્થ બને છે, જેની પથરી બંધાતી નથી. જો કે ચિકિત્સક તેને પથરી ધારીને શસ્ત્રક્રિયા કરે છે અને પછીથી આ કાળો પદાર્થ જેવામાં આવે છે, ત્યારે તેને એમ ને એમ રહેવા દઈ, પાછે જખમને તે સીવી લે છે. કહે વાની મતલબ એવી છે કે, જરતપિત્ત થયા પછી જે તે રેગી આ. ૨૩
૭૦પ
For Private and Personal Use Only