________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
શોકને તથા મરણના ભયને ત્યાગ કરી આનંદવૃત્તિમાં આવી, પિત્તને પીગળાવનારાં અને કફને શેષન કરનારાં ખાનપાન તથા વિહારનું સેવન કરે, તે તે બેઉ જાતનાં જરપિત્ત મટી જાય છે બાકી એની ચિકિત્સા કરવી એ નિષ્ફળ છે. ઉપર લખેલા આઠ પ્રકારના શૂળરોગ પૈકી જે શૂળ વાયુથી ઉત્પન્ન થયેલું હોય તે બસ્તિમાં થાય છે. પિત્તનું શૂળ નાભિમાં થાય છે. કફનું શૂળ હદય, પાંસળા અને પેઢામાં થાય છે. સન્નિપાતનું શૂળ ઉપર કહેલા ઠેકાણે થાય છે. તે પ્રમાણે તંદ્વજશૂળ બબ્બે ઠેકાણે થાય છે. શળમાં શરીરમાં ખીલા માર્યા જેવી પીડા થાય છે, તરસ લાગે છે, મૂછી આવે છે, ઝાડે, પેશાબ અને અધેવાયુ રોકાય છે, શરીર જડ-ભારે થઈ અન્ન પર અભાવ થાય છે.
સ્વકારણથી કુપિત થયેલો વાયુ, કફ-પિત્તની પાસે જઈ તેને દબાવી પોતે પ્રબળ થાય છે, જેથી અન્ન પચતાં અથવા અન્ન પચ્યા પછી જે શૂળ ઉત્પન્ન થાય છે તેને પરિણામશૂળ કહે છે. એ શૂળ પણ આઠ પ્રકારનું હોય છે અને ઉપર કહેલા શૂળના ઉપદ્રવાળું થાય છે.
જે શૂળને અદ્રવ અથવા જરપિત્ત કહેવામાં આવે છે, તેમાં અન્નનું પાચન થયા પછી કિંવા તે પચતાં અથવા અજીર્ણ થતાં શળ હંમેશાં એક સરખાં રહે છે; તેમજ પથ્થસેવનથી કિંવા જમ્યાથી કે ન જમ્યાથી શમતું નથી. એવાં લક્ષણવાળાં શૂળને જરતપિત્ત કહે છે.
ભલે શૂળ કોઈ પણ જાતનું હોય, પરંતુ જ્યારે રોગીના શરીરનું માંસ સુકાઈ જાય, પવનથી કેઠે પૂરાઈ જાય, પિશાબ બંધ થઈ જાય અને ચામડી ઉપર રાતી ચુંદડી પડી જાય અથવા હાથેપગે સેજા આવી જાય અને આંખે પીળી થઈ જાય, ત્યારે જાણવું કે રેગીનું મરણ પાસે આવે છે.
For Private and Personal Use Only