________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયુર્વેદનાં મૂળ તત્ત્વોને લેખકે અનુભવ સહિત આમાં આપ્યાં છે.
આમાં પ્રથમ ભાગમાં દશ નિબંધો આપેલા છે. તેમાં સૃષ્ટિની ઉત્પત્તિથી માંડીને બાળક જન્મે અને તે પછી તેનું બાળપણ પહોંચે
ત્યાં સુધીની બાબતે વિસ્તારપૂર્વક સમજાવાઈ છે; અને તે પછી ગર્ભિણીના રોગો, સુવાવડીની સારવાર અને બાળરોગોના ઉપાય ઇત્યાદિ અપાયું છે.
તે પછી પૃષ્ઠ ૧૫ થી શરૂ થતા બીજા ભાગમાં વાયુ, પિત્ત અને કફ-એ ત્રિદોષની અવ્યવસ્થા કેવી રીતે અને કેવા સંજોગોમાં થાય છે તે સમજાવીને ત્રિદોષસિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે. મનુષ્યશરીરમાં રહેલા પાંચ પ્રકારના વાયુ, પાંચ પ્રકારનાં પિત્ત અને પાંચ પ્રકારના કફના જુદા જુદા ગુણ-ધર્મને વિચાર કરી, તે તે વાયુ, પિત્ત અને કફના હન, મિશ્યા અને અતિવેગથી થતા રેગોનાં લક્ષણે કહેવામાં આવ્યાં છે. તેમાં કયા ને હીન, મિથ્યા કે અતિગ થયું છે, તે જાણવા માટેની સમજૂત ઘણી સરળ રીતે અપાઈ છે.
વળી છે કે ઋતુઓમાં વાત, પિત્ત અને કફના થતા હીન, મિથ્યા અને અતિયોગ વિશે સમજણ આપીને તેના લીધે ઉત્પન્ન થતા રોગોની સમજૂત તથા તેના ઉપાયો આપ્યા છે. એ પછી જુદા જુદા રોગો ઉપર યોગ્ય વિવેચન કરીને તેના ઉપાય આપ્યા છે. એ ઉપરાંત અન્ય વૈદ્યરાજેએ તે તે રોગ ઉપર અજમાવેલા ઉપાય પણ આમાં તે વૈદ્યોના નામઠામ સાથે સંગ્રહાયા છે અને એ રીતે આ ગ્રંથની ઉપયોગિતા તેમણે અનેકઘણું વધારી દીધી છે. એમાં કોઈ પણ ઉપાય અનુભવ સિવાય, કોઈ ગ્રંથના ઉતારા તરીકે લેવામાં આવ્યું નથી. રોગના ઉપાય અને તે ઉપાયો અર્થાત્ દવાઓની બનાવટ અને તેને ઉપયોગ કેમ કરે તે તથા તે દવાઓ બનાવતાં કયે કયે ઠેકાણે કેવી કેવી જાતનાં વિદ્યો આવે છે અને તેવા સમયે તેમણે કેવી સાવધાની રાખવી, તે પણ દર્શાવેલું છે.
For Private and Personal Use Only