________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈદ્યવિજય
૧૯૯
-
-
-
-
-
જે વૈદ્ય નાડી જીભ મૂત્ર જેય, તેને જ રેગ તણું ભાન હોય; કરે ચિકિત્સા નહિ સર્વ ઠામે, રેગી મરે વૈદ્ય યશને ન પામે. ૭૦ વ્યાધિ બળાબળ ને દેશકાળ, જોઈ વિચારે દુઃખરૂપ માળ; પછી ચિકિત્સા કરશે વિચારી, તે વૈદ્ય પામે યશકીતિ ભારી. ૭૧ અંગુષ જે દક્ષિણ હાથ કેર, મારે અધ ભાગજ નાડી ફેરે, દક્ષિણ હાથે કરી સ્પર્શ તેને, જાણે વિષે ની રોગ એને. ૭૨ એકાગ્ર ચિત્તે મન શાંત રાખે, દક્ષિણ હસ્તે ધમનિજ દાખે; સ્ત્રીઓ તણા રેગનિદાનકાળે, નાડી જ ડાબા કરની નિહાળે. ૭૩ ગ્રહી રહીને ત્રણ વાર મૂકે, નાડી પરીક્ષા કરતાં ન ચૂકે, મનબુદ્ધિતકે લેજો વિચારી, ઉત્પત્તિ રોગે તણું સર્વ સારી. ૭૪ ત્રણ અંગુલિએ સ્પર્શજ કીજે, કફ પિત્ત વાયુ નકી જાણી લીજે, મંદજ મધ્ય અતિ તીવ્ર જાણે, વિદેષનાં લક્ષણ એ પ્રમાણે, ૭૫ બે બે મળે ઢંઢજ ત્યાં કહીએ, ત્રિદોષ ત્યાં જે તરણે લહી જે, સાથ, અસાધ્ય અને કષ્ટસાધ્ય, નાડી બતાવે સહતે અબાધ્ય. ૭ નાડી બતાવે યદિ રેગી આવી, લક્ષણ તેનાં દઉં છું બતાવી, મળમૂત્ર વેગાદિકના ભરેલા, અભંગ તલાદિકનાં કરેલાં. ૭૭ નિદ્રામહીંથી યદિ ઊઠી આવે, સ્નાન કરી કેઈ નાડી બતાવે; ભૂખ્યું હશે કે અન્ન ખાધું હોય, લાગી તૃષા નીરની મંન તેય. ૭૮ કામાતુર કે ભયભીત અંગે, મન વાતમાં કે નારી પ્રસંગે, એવા નરોની નહિ નાડી જોવી, જોઈને શું ફેકટ કીતિ ખોવી? ૭૯ સ્ત્રીઓતણી વામજ હસ્ત પાદે, દીસે રૂઢિ શાસ્ત્રજ નિર્વિવાદે, પછી અનુભવ પિતાતણે જે, સર્વોપરી તક જ જાણી લીજે. ૮૦ રત્ન તણું જે ગુણદોષ જાણે, અભ્યાસ તકે સહુ તે વખાણે, ઉપાય બીજે નહિ ચાલે એક, નાડી પરીક્ષા કરે વિવેક. ૮૧
For Private and Personal Use Only