________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સકલ સમસ્યાઓનું એક સમાધાન
સ્યાદ્વાદ બે મિત્રો હતા. એક હોટલમાં ગયા. વેઈટર પાણી લાવ્યો. બે ગ્લાસ અડધા-અડધા ભર્યા હતા. ૧લો મિત્ર બોલ્યો, “આ વેઈટર બન્ને ગ્લાસ અડધા ખાલી લાવ્યો.” તરત બીજો મિત્ર બોલ્યો, “ના ભાઈ ! એ તો બને ગ્લાસ અડધા ભરેલા લાવ્યો.” બન્નેના દૃષ્ટિકોણ સાચા હતા પણ બન્ને એક-બીજાના દૃષ્ટિકોણને સ્વીકારવા રાજી ન હતા, માત્ર પોતાના દૃષ્ટિકોણને જ પકડી રાખવામાં માનતા હતા. તેથી જ થોડીવારમાં તો બન્ને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો.
ત્યાં જ એક ઘરડો માણસ આવ્યો. તેણે બન્નેની વાત સાંભળી. પછી બન્નેને સમજાવતા કહ્યું- “જુઓ ભાઈઓ ! તમારા બન્નેની વાત સાચી છે. કોઈની વાત ખોટી નથી. માટે ઝઘડવાનો કોઈ અર્થ નથી. નીચેના ભરેલા ભાગની અપેક્ષાએ બન્ને ગ્લાસ ઉપરથી અડધા ખાલી છે અને ઉપરના ખાલી ભાગની અપેક્ષાએ બન્ને ગ્લાસ નીચેથી અડધા ભરેલા છે.” અને મિત્રોના મગજમાં વૃદ્ધની વાત બરાબર ઉતરી ગઈ અને બને ઝઘડતાં બંધ થઈ ગયા.
For Private and Personal Use Only