SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢારમે. ) કર્ણરોગ પ્રકરણ. ( ૩૧૩ ) રા, તાવ, ઉધરસ, શ્વાસ અને ઉલટી એ ઉપદ્રવા હોય તેા તે રાગી મરીજાય છે. ખરાબ માર્ગે વિચરતા વાયુ શબ્દવાહિની નાડીએમાં પેસી વિવિધ પ્રકારના શબ્દ સંભળાવે અર્થાત્ કાનમાં તમરાં ખાયા કરે-ધાંધાટ થાય તેને કર્ણનાદ કહે છે. એજ વાયુ જ્યારે કાને સામેલ કરી શંખ્તવાહિની નાડીઓમાં ઠેરે છે ત્યારે વિપરીત આહાર વિહાર કરનારા પુરૂષાને આધિરતા-એહેરાપણુ' થાય છે. તે એહેરાપણું બાળકને વૃદ્ધને અને લાંબા સમયથી થએલુ હોય તેા અસાધ્ય છે. શ્રમથી, ધાતુક્ષયથી, લુખા અને કસાયલા ભાજનથી વાયુ શબ્દ માર્ગમાં જામી જાય છે તથા શિરેાવિરેચન લેનારા અને ઠંડા પદાર્થેાના સેવન કરનારાઓને કર્ણવેડ થાય છે. એકલા વાયુથી અનેક પ્રકારના શબ્દોને કાનમાં પ્રકટ કરનાર તેને કર્ણનાદ કહેછે અને જે પિત્તાદિ દોષોથી યુકત વાયુ કાનમાં વાંસના જેવા અવાજ પ્રકટ કરે તેને કહ્યુંસ્ત્રેડ કહે છે અર્થાત્ કર્ણનાદ અને કણ્વેડમાં એટલાજ અંતર છે. માથામાં કઇપણ પ્રકારના માર વાગવાથો, પાણીમાં ડુબકી મારવાથી અથવા વિદ્રધિના પાકવાથી વાયુના કારણને લીધે કાનામાંથી પરૂ વહે છે તેને કર્ણસ્રાવ કહે છે. કફના કારણથી જ્યારે કાનાની નસેામાં બહુજ વલુર ઉત્પન્ન કરે છે તેને કર્ણકડુ કહેછે. પિત્તના તેજથી કક્ મુકાઇ જાય છે ત્યારે નસેામાં ગુંથન થઇ જાય છે--મેલને પેદા કુરે છે તેને કથ કહે છે. તે કર્ણસૂથ-કાનને મેલ પીગળી પાતળે થઇ નાકમાં અને મ્હાંમાં આવે છે તેને પ્રતિનાહુ કહે છે. આ પ્રતિનાહથી આધાશીશીના રાગ થાય છે. જ્યારે કાનમાં કીડા પડે છે અથવા ન્હાની ન્હાની માખીઓ આસગ મુકી જાય છે તેને અજનત્વના કારણથી કૃમિકણ કહે છે. વિદેહુ કહે છે. આ રાગ ત્રિદોષનિત છે. એક વિદ્રષિ ક્ષતથી કે વાગવાથી થાય છે અને બીજો દોષથી થાય છે. દોષથી ચાય છે તે કાનમાંથી રાતે પીળા સ્ત્રાવ થાય છે તેથી વ્યથા, ધુમાડા નીકળ્યા જેવુ, બળતરા તથા અગ્નિના પાસે થતા તાપ જેવું થાય છે તેને કવિધિ કહે છે. આ બન્ને વિદ્રધિ આગતુકજ છે માટે તેને એક ગણેલ છે. પિત્તના કાપથી જ્યારે કાન પાકીજાય છે. ત્યારે દુર્ગંધતા અને પચપચતાપણું થાય છે તેને કર્ણપાક-કાન પાકાં કહે છે. વેદના સહિત કે વેદના રહિત જાડું પરૂ જેમાંથી ખાસ દુર્ગંધીયુક્ત. વહેછે તેને પૂતી કર્ણ ગંધ મારતા કાનકહે છે. આ રેગા વિના ચાર જાતના (વાયુથી, પિત્તથી, કફથી અને લોહીથી થએલા) સેાજા કાનમાં થાય છે તેનાં લક્ષણા સાજાના અધિકારમાં કહી ગએલા છીએ માટે તે પ્રમાણે સમજી લેવાં. તેમજ ચાર જાતના ( વાયુથી,પિત્તથી, કફથી અને લોહીથી થએલા ) અરશા કાનમાં થાય છે તેનાં પણ લક્ષા અરશના અધિકારમાં કહી ગયા છીએ માટે તે પ્રમાણે સમજી લેવાં. અતે સાત પ્રકારના ( વાયુથી, પિત્તથી, કથી, લાહીથી, માંસથી, મેથી અને શિરાથી થયેલા અમુઢા-રસાળીએ કાનમાં થાય છે તેનાં લક્ષણે અર્બુદના અધિકારમાં કહેલ છે માટે તે પ્રમાણે સમજી લેવાં. ૪૦ For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy