________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચે
. )
પાંડુ-કમળ પ્રકરણ,
( ૭૭ )
ઉપાય. શુદ્ધ ખુરાસાની અજમાના ચૂર્ણમાં ગોળ મેળવી વાસી પાણી સંગાથે ફાકે તે પેટના ક્રમિએ નાશ થાય છે. અથવા પિત્તપાપડાને પાણીમાં વાટી ટાંક ૧ ભાર તેમાં મધ ટાંક ૨ નાખી ૫ દિવસ સુધી પીએ તે પેટના કૃમિઓ નાશ પામે છે. અથવા વાવડીંગ ટાંક ૨ ભાર ઝીણાં વાટી મધની સંગાથે સેવન કરે તે પેટના કમીએ નાશ થાય છે. ભાવપ્રકાશ, અથવા વાવડીંગ, સિંધાલુણ, કપિલ, હરડેની છાલ, અને જવખાર એ સર્વ બરોબર લઈ ઝીણા વાટી ટાંક ૨ ભાર છાશની સંગાથે છ દિવસ સુધી પીએ તે પેટના કૃમિ નાશ થાય છે. અથવા લીબડાના પાંદડાને રસ, ટાંક ૧૦, મધ મેળવી ૭ દિવસ પીએ તે પેટના કમિઓ નાશ પામે છે. અથવા પાર ટાંક ૧, શુદ્ધ ગંધક ટાંક ૨, ખુરાસાની અજમો ટાંક ૩, બકાય લીંબડીનાં બીજ ટાંક ૪, અને પિત્તપાપડ ટાંક ૫, એઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ટાંક ૨ ભાર છ દિવસ સુધી મધ ટાંક ૫ સંગાથે સેવન કરે તે પટનાક્ર મિઓ નાશ થાય છે. સર્વસંગ્રહ, અથવા મોથ, ઉદરકરણી, ત્રિફળા, દેવદારૂ, અને સરગવાનું મૂળ એ સર્વ બબર લઈ આ ખાં પાખા ખાંડી કવાથ કરી પીપર અને વાવડીંગના ચૂર્ણને પ્રતિવાસ દઈ ૭ દિવસ સુધી પીએ તે પેટના કૃમિ માત્ર અને કિમિ સંબંધી પીડાને નાશ થાય છે. અથવા વાવડીંગ, સિંધાલુણ, શેકેલી હિંગ, મરી, પીપર, કપિલ અને સંચળ એ સઘળાને સમાન ભાગે લઈઝીણાં વાટી ચાળી ટાંક ૨ ઉનાપાણી સાથે ૭ દિવસ સુધી સેવન કરે તે પેટના કૃમિઓને નાશ થાય છે.
માથામાં જૂ, લીખ (કાળી હોય તે જ અને જોળી હોય તે લીખ ) પડી હોય તે ધતૂરાના પાનડાના રસમાં અથવા નાગરવેલના પાનના રસમાં શુદ્ધ પારો મેળવી વાળમાં નાખે તે જૂ, લીખ મરી જાય છે. વિદ્યાવિદ.
ગુદામાં ચરબીઆ-સગવગી પડયા હોય તે, લસણ, મરી, સિંધાલુણ અને હિંગ એ સર્વ બરાબર લઈ પાણી સંગાથે, ઘુંટી ગુદાએ લેપ કરે તે ચરમીઆને નાશ થાય છે.
ઘરમાં મચ્છર, જીવ-જંતુ વિશેષ થયા હોય તે, સાદડનાં ફુલ વા, આસંદરાનાં કુલ, વાવડીંગ, વઢવાડીઆનું મૂળ, મીંઢળ, ચંદન, રાળ, વાળ, ઉપલેટ, ભિલામાં અને લેબાન એઓને સમાન લઈ ખાંડી ઘરમાં ધૂણી દે તે, મચ્છર તથા જણ જીવ જંતુનો નાશ થાય. વિઘરહસ્ય.
કમિગીને દુધ, માંસ, દહિ, ઘી, પાંગડાવાળા શાક, ખટાશ તથા મીઠા પદા એટલી વસ્તુઓ ખાવી નહીં.
ઈતિ કમિઆનો અધિકાર સંપૂર્ણ
પાંડુ, કમળો તથા હલીમને અધિકાર.
પાંડ રેગ ૫ પ્રકાર છે એટલે વાયુથી, પિત્તથી, કફથી, સન્નિપાતથી અને માટી ખાધાના વિકારથી પ્રાપ્ત થયેલે, એમ પાંચ પ્રકાર છે.
પાંડુરોગની નિદાન પૂર્વક સંપ્રાપ્તિ. અત્યંત ખેદ કવાથી, અતિ મૈથુનથી, અતિ ખાટા, તીખા પદાર્થોના ખાવાથીઅતિ–મધ
For Private And Personal Use Only