________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૮ )
અમૃતસાગર.
( તર્ગ
દારૂના પીવાથી, માટીના ખાવાથી, અને દિવસે સુઇ રહેવાથી લોહી દૂષિત થઇ વાયુ-આદિ દોષોથી ચામડીને પાંડુવર્ણવાળી કરી નાખે છે.
પાંડુરોગનુ પૂર્વ સ્વરૂપ.
ચામડી ફાટવા લાગે, અંગમાં પીડા થાય. માટી ખાવાની ઈચ્છા રહે,મેળઆવે, ગા ત્રોમાં ગ્લાનિ, આંખના ડાળા ઉપર થોથર, વિઠ્ઠા તથા મૂત્રનું પીળાપણું અને અન્ન પચે નહીં ત્યારે જાવુ કે પાંડુ રોગ થશે.
પાંડુરોગનાં લક્ષણ.
જે મનુષ્યની ચામડી મૂત્ર તથા તેત્રાદિ લુખાં અને કાળાશથી મિશ્રિત રતાશવાળાં થાય, તેમજ કંપવા, આરા, ભ્રમ, ભેદન તથા શળાદિ વ્યથા થાય તે જાણવું કે વાયુર્થી થએલા પાંડુ રોગ છે.
જેનાં ત્વચા, નખ, મૂત્ર તથા મળ પીળાં થઇ જાય, બળતરા, તરશ તથા તાવ પ્રાપ્ત થાય, વિષ્ટા દ્વવવાળી પડે અને શરીરની કાન્તિ અત્યંત પીળી થઇ જાય તે જાણવું કે પિત્તથી ઉત્પન્ન થએલા પાંડુ રોગ છે.
જેના થુકમાં કૈં પડે, શરીરે સાજો, ઘેન, આલસ્ય, અત્યંત ભારેપણું અને મૃત્ર, નખ, નેત્ર, મુખ તથા ચામડી અત્યંત ધોળાં થઇ જાય તે! જાણવું કે કથી ઉત્પન્ન થએલા પાન્ડુ રોગ છે.
જે સઘળા અન્તનું સેવન કરનાર છે તેના દુષ્ટ થયલા ત્રણે દોષોથી ઉપર પહેલાં ત્રણ દોષોનાં ચિન્હ હોય તે! જાણવું કે ત્રિદેષસન્નિપાતથી ઉત્પન્ન થએલે પાંડુ રોગ છે.
જેને માટી ખાવાની વિશેષ ટેવ હોય તેને ત્રણે દોષમાંથી ગમે તે એક દોષના પ્રકોપ થાય એટલે તુરી માટીથી વાયુનેા, ખારી માટીથી પિત્તને અને મીઠી માટીથી કફનો પ્રક્રોપ થાયછે. એ માટી પાતાના લુખાપણાને લીધે રસાદિ ધાતુઓને તથા ખાધેલા ભાજનને લુખાં કરી કાચીને કાચી સધળા રસને વહેવા વાળી નસાના મુખાને રોકી દેછે, તથા જુલાવી પણ છે અને ઇંદ્રિયાના બળને, દીપ્તિને, વીર્યને, એજને,પ રાક્રમને હણી નાખી બળ, વર્ણ અને અગ્નિના નાશ કરી નાખે છે તેથી ઘેન, આલસ્ય, ઉધરસ, શ્વાસ, શૂળ, અરશ, અરૂચિ, આંખા ઉપર સોજો, પગે સોજો, ઇંદ્રિમાં સાજે, પેટમાં ક્રમિની વ્યથા અને કયુક્ત પાતળા ઝાડા થાય તે જાણવું કે માટી ખાવાથી પાંડુ રોગ થયો છે.
પાંડુરોગના અસાધ્ય લક્ષણા.
જે પાન્ડુ રોગીના શરીરમાંથી લોહી ક્ષીણ થઇ ગયું હોય, તેથી કેવળ રૂની પૂણી જેવું સ્વેત અંગ થઇ ગયું હાય દાંત, નખ, નેત્ર પીળાં થઇ ગયાં હોય અને સર્વત્ર વસ્તુ તેને પીળીજ માલમ પડે. જ્વર, અરૂચિ, મેાળ, ઉલટી, તૃષા, ગ્લાનિ અને સર્વાંગમાં સાન્ને હાય તથા લાંબા વખતથી થએલ, દીન, પસીનાથી અત્યત્ત ગાત્રા ભીનાં રહે, મૂર્ચ્છાથી સંયુક્ત અને અતિસારથી પીડાતા હોય તો તે પાંડુ રોગી અવશ્ય મરણ પામે; માટે વૈધે તેવા પાન્ડુ રોગીને શ્રી રામ નામનું અત્યુત્તમ ઔષધ આપવું કે જેથી જન્મના રાગ અધન નાશ થઇ અખંડાનંદ પામે.
જન્મે
For Private And Personal Use Only