________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬)
પરિહાર્ય મિમાંસા एवं स्थानाङ्गसूत्रे दशस्थानकाख्यदशमाध्ययने यत्र मांसादि तत्र विशिष्टाध्ययनादि न कार्यमिति प्रतिपादितम् तथाच तत्पाठ.
ફુલામત”, મસાણામંત, વંદોરા, સુવા, , રાયgग्गहे, उवस्सयस्सअंतो ओरालिएसरीरे ॥
एवमादिनानाविधसिद्धान्तवनवाचनपरिपूतदर्शनो मांसाबाहारप्रतिषेधमेव सिद्धान्तानुमतं मन्यतेति निर्विवादमेवेति स्वप्रमादमवधार्य तदुत्थजनमनोविमोहनबाधकं कोविदप्रसिद्ध प्रमादपरिमार्जनप्रथनमनुष्ठीयेतेति शिवम्.
यत्सूरस्य न शीतगोरपि करैम्मोहाभिधानं तमः क्षीणन्तत्सहसा यदीयकथया निर्मूलमुन्मूलितम् पापोलकविनोदरोधनिपुणं सद्युक्तिपादोऽवलम् जीयात्तजिनशासनं त्रिजगति स्फीतप्रबोधप्रदम्.
—
——
—
—
પરિહાર્ય મીમાંસાનું ભાષાંતર
(શ્રી વીતરાગને નમસ્કાર ) જે કરૂણ સાગર મહાત્માએ અમૃત તુલ્ય વાણી રૂપ પાણીવડે ભવ્ય જનોના મનમાં રહેલે અજ્ઞાનરૂપી અંધકારનો લેપ ધોઈ નાખ્યો છે, અને વિરૂદ્ધ પક્ષને તેડવામાં મજબૂત અને ખરેખરી ફતેહ આપનાર સ્યાદાદ નામે માર્ગ બતાવ્યો છે, તે જગતના હિત કે અને ધર્મ પ્રદાન કરવા ઉન્માલ રહેલ જિનેશ્વર દેવનું ધ્યાન કરીયે છીયે. (૧)
જેમનું ચંદના કિરણની પ્રભાના ગર્વને હાસ્યમાં લાવનાર યશ સાંભળવામાં આવતાં (સાંભળનારાઓ) મધુર અમૃતના પણ વખાણ કરતાં અટકે છે, એવા ભવ્ય જનના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવામાં, સૂર્ય સમાન અને અનુપમ મુક્તિ (નિલભતા અથવા શ્રી મુક્તિ વિજયજીનામના ગુરૂભાઇ ) સહિત તે (અમારા ગુરૂ) થી વૃદ્ધિ વિજયજી મહારાજ જયવાન રહે. (૨)
શેભનીય જન્માદિ કલ્યાણકથી વારાણસી (કાશી ક્ષેત્ર) ને પવિત્ર કરનાર, વળી મિથ્યાત્વરૂપ અંધકારને દૂર કરવા સૂર્યસમાન. ભવ્યજનોના સંખમાં સુખ દુખ દરદ દૂર કરવામાં વૈઘ સમાન, નજીકના વખતમાં મેક્ષે પધારનાર ભવ્ય જનના ચિત્તને ચમત્કૃત કરનાર, સંસાર સાગર કરવામાં નિકાસમાન, રાજાઓના લલાટને શોભાવનાર ચરણ કમળ વાળ, ત્રણે જગતને ચૂડામણિ સમાન, પરમ આનંદના નિધાન તુલ્ય, સકળ મનોરથ પૂરણ કરીને કલ્પવૃક્ષને પણ લજવનાર, એવા શ્રીમાન થંભણ પાર્શ્વનાથ ભગવાથી (એટલે કે તેમની મૂર્તિથી) શોભા પામેલા સ્તંભતીર્થ (ખંબાયત બંદર) થી મુનિ નેમિવિજય અને આનંદસાગરે મળીને મિ. જેકેબી અને મિ. મેકસમુલર જોગ એકલવેલો ધર્મ લાભ વૃદ્ધિ પામે,
For Private and Personal Use Only