________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિહાર્યમીમાંસા.
એટલે શક્તિ સૂત્રની વિચારણા
(ઉદ્યાત) આ આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધમાં આવેલું “પિંજણા” નામે પહેલું અધ્યયન કે જે એકંદર પચવીશ અધ્યયનના અનુક્રમમાં દશમું અધ્યયન ગણાય છે, તેમાં કલમ ૫૬૨૫૬૫-૬૦૭–૧૧૮-૩૦ અને ૩૧ માં જે સૂત્રપાઠ રહેલ છે, તે સૂત્રપાઠ વાંચવાથી જૈનશૈલીના અજાણ અથવા સામાન્ય બુદ્ધિવાળા વાંચનારને કદાચ એવી શંકા ઊઠે કે પ્રાચીન વખતમાં શું જૈન મુનિઓ માંસ વગેરે અભક્ષ્ય ચીજોને પણ પોતાના આહારમાં વાપરતા હશે? માટે આ શંકાના નિવારણ અર્થે યોગ્ય ખુલાસો આપવાની ખાસ જરૂર છે; અને તેટલ ખાતરજ અમે ભાષાંતર કરતાં તે તે કલમોના સંબંધમાં સદરહુ સૂત્રની ટીકામાંથી જેટલો ખુલાસે મેળવી શક્યા છીયે તેટલે ખુલાસે તે તે કલમની સાથે કસમાં તથા નીચે ફુટનેટમાં ટાંકી બતાવેલ છે; છતાં પણ તે સંબંધે હજુ વિશેષ ખુલાસો થવાની જરૂર ઓછી રહેતી નથી, કેમકે એ કલમો ઊપરથી અંગ્રેજી ભાષાંતરકાર ડે. હર્મન જેકેબિ જેવા એવી માન્યતાને પકડી બેઠા છે કે પ્રાચીન જેને માંસાહાર કરનાર હોવા જ જોઈએ, એટલું જ નહિ, પણ આ બાબતના સંબંધે થોડા વખતપર ચર્ચા ઊઠાડવામાં આવેલી તે વખતે કોઈ એક પિતાને જૈન તરીકે ઓળખાવી “શ્રમણોપાસવ” નામ ધરીને ઠે. હર્મન જેકલિની માન્ય તાને ટેકો આપવા ખાતર એ બાબતને લંબાણ ભરેલ આર્ટિકલ મુંબઈ સમાચાર નામના ન્યુસમાં ઝાહેરમાં મેલ્યા હતા. આ ઊપરથી તેને ખંડન કરવા તે વખતે અનેક ચર્ચાપત્ર) છપાયાં હતાં, છતાં તેમાં સૌથી ઉપયોગી ખુલાસો આપણું શ્વેતાંબર પક્ષમાં આજકાલ ઉત્તમ વિદ્વાન તરીકે પંકાયેલા શ્રીમાન મિવિજયજી તથા આનંદસાગરજી મહારાજ એ બે જણાએ મળીને સંસ્કૃત ભાષામાં ન્યાયમાં ચાલતી વાદપદ્ધતિને અનુસરીને લખીને તેને “gરિહાર્યમાંલા” એવું નામ આપીને ડો. હર્મન જેકેબિ ઊપર કલાવેલ હતું; જો કે આ ખુલાસા ઊપરથી 3. હર્મન જેની હજુલગણ પોતાની માન્યતામાં ડગેલ નથી, એ વાત એકસ છે, તે પણ એ ખુલાસે જૈન વર્ગને તે ઘણે પ્રિય અને રૂચિકર થઈ પડવા સાથે સર્વોત્તમ લાગ્યો છે એમાં લગારે શક નથી. માટે આ જગાએ અમે અમારા તરફને ખુબ લાસો આપવા કરતાં પહેલાં તેજ ખુલાસે રજુ કરીને એવી આશા રાખીયે છીયે કે આ મારા જૈનબંધુઓને તે ખુલાસે વધુ પ્રિય થઈ પડયા વિના રહેનાર નથી,
આ ખુલાસે સંસ્કૃત ભાષામાં છે એટલે પહેલાં તે આપીને પછી વાચકોની જિજ્ઞાસા પૂર્ણ કરવા ખાતર તે અમે અમારી અલ્પ મતિના અનુસાર કરેલું ગુજરાતી ભાષાંતર આપવામાં આવશે.
જો કે આ પ્રબંધમાં ફક્ત કલમ ૬૩૦ મીના સંબંધમાં જ ખુલાસો આપવામાં આવેલ છે, છતાં તેને અનુસરીને બીજી શંકા ભરેલી કલમેના ખુલાસા પણ વાચકવર્ગ પોતાની મેળે મેળવી લેશે એવી ખાતરી છે.
ભાષાંતરકાર/
For Private and Personal Use Only