________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦)
પ્રવેશ આ રીતે સાત સતૈકકથી બીજી ચૂળિકા પૂર્ણ થાય છે. આ સાત સતૈકક તરીકે બેલાતાં અધ્યયને પહેલા શ્રુતસ્કંધના મહાપરિઝા નામે સાતમા અધ્યયનથી નિર્વ્યૂઢ કરેલાં છે; જો કે તે મહાપરિઝા અધ્યયન તે વિચ્છન્ન થયું છે.
ત્રીજી ચૂળિકામાં ભાવના નામે એક ઉદેશનું એક અધ્યયન છે, તેમાં વીર પ્રભુનું ચરિત્ર તથા પાંચ મહાવ્રતોની પચીશ ભાવનાઓ આપી છે.
ચેથી ચૂળિકામાં વિમુક્તિ નામે એક ઉદેશનું એક અધ્યયન છે, તે ઉપજાતિ છેબદ્ધ છે, અને તેમાં મુનિને સંસાર જાળથી અલગ રહીને શુદ્ધપણે વર્તવા માટે દષ્ટાંતથી બોધ આપે છે. આ ચૂળિકા શ્રી સ્થળિભદ્રની બેન યક્ષા આર્યા તરફથી પ્રાપ્ત થઈ છે.
આ રીતે બીજા શ્રુતસ્કંધમાં સેળ અધ્યયન છે, અને તેના ત્રીશ ઉદેશ છે.
એકંદરે આખા આચારાંગમાં પચીશ અધ્યયન અને પંચાસી ઉદેશ છે, જેમાંથી સાત ઉદેશનું સાતમું અધ્યયન વિચ્છિન્ન થયું છે.
પહેલે શ્રુતસ્કંધ ગણધર રચિત છે અને “આચાર” અથવા “બ્રહ્મચર્ય” એવા નામે ઓળખાય છે.
બીજો શ્રુતસ્કંધ ચિદ પૂર્વ ધારી સ્થવિર મુનિઓએ રચેલો છે અને તે “આચાર” એવા નામે ઓળખાય છે. આવારાગ્ર એટલે આચર નામના પહેલા ભાગને વધારે.
આચારગ્રની ચાર ચૂળિકા ઊપર વર્ણવી છે, તે સિવાય નિશીથ સૂત્ર તે પાંચમી ચૂળિકારૂપે છે, પણ તે સૂત્ર છેદ સૂત્રામાં આવતું હોવાથી તેને અલગું ગણું અહીં ચાર ચૂળિકાજ દર્શાવી છે.
આખા આચારાંગમાં એકંદર અઢાર હજાર પદ ; પણ તેનું સાતમું અધ્યયન વિચછેદ જવાથી હવે બાકી કેટલાં રહ્યાં છે તે ચોકસ જણાયેલું નથી, બાકી ચાલુ સૂત્ર પાઠની ગ્રંથ સંખ્યા આજકાલ આસરે શ્લેક ૨૫૦૦ ગણાય છે. આટલી ઉપયુક્ત હકીકત ટાંકીને આ પ્રવેશ પૂરો કરવામાં આવે છે.
ભાષાંતરકાર,
For Private and Personal Use Only