________________
તે બેયમાં કાર્ય-કારણ અથવા સાધ્ય-સાધક સંબંધ છે. વીતરાગ પરમાનંદ સ્વભાવવાળો શુદ્ધ સહજાત્મા જ ઉપાદેય છે, એવી રૂચિમાં પરિણમેલો શુદ્ધાત્મા નિશ્ચય સમ્યગ્દર્શન છે. (૪૧) આત્મા જગતનો જાણનારદેખનાર માત્ર છે, કરનારો નહિ. આ એનાં દષ્ટિ, અનુભવ ને રમણતા કરવાં એનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. (૪૨) મનના સંબંધે, વિકલ્પથી નવતત્વનો યથાર્થ વિચાર કર્યા પછી અવસ્થાના ભેદનું લક્ષ ગૌણ કરી, પૂર્ણરૂપ શુદ્ધાત્મા તરફ ઢળીને, મનથી પણ જરા જુદો પડી, અખંડની શ્રદ્ધાના વિષયમાં કરે, અને નિરાવલંબી, અસંગ, અવિકારી જ્ઞાયક સ્વરૂપમાં તદ્રપ એકપણાની શ્રદ્ધા લાવે, તે યથાર્થ સમ્યગ દર્શન છે. (૪૩) પર દ્રવ્યોથી ભિન્ન, પર દ્રવ્યો તરફના વલણવાળા રાગાદિ ભાવોથી પણ ભિન્ન અને પોતાના સ્વભાવોથી અભિન્ન એવા આત્માની શ્રદ્ધા-રૂચિ તે સગ્દર્શન છે. (૪૪) સમ્યગ્દર્શન સ્વભાવસનુખના કોઈ અલૌકિક પરૂષાર્થથી પ્રાપ્ત થનારી ચીજ છે. પછી ચારિત્ર તો ઓર મહાપુરૂષોથી પ્રગટ થાય છે. પ્રચૂર સ્વસંવેદનનો આનંદ જેમાં અનુભવાય છે તે મુનિવરોનું ભાવલિંગ પૂજ્ય છે, પૂજનીક છે. સ્વદ્રવ્યનો આશ્રર્યા વિના સમ્યગ્દર્શન-જ્ઞાન થતાં જ નથી. (૪૫) સાચી માન્યતા; સાચી શ્રદ્ધા (૪૬) ક્ષણિક વિકાર મારો સ્વભાવ નથી, દેહાદિ કોઈ પર ચીજ મારી નથી. હું તો ત્રિકાળી એકરૂપ જ્ઞાયક છું, વિકારનો નાશક છું, એવી શ્રદ્ધા, તે સમ્યગ્દર્શન છે. (૪૭) છદ્મસ્થ અવસ્થામાં સ્વશુદ્ધ સહજાત્માની રૂચિરૂ૫ સમ્યગ્દર્શન છે. (૪૮) સમ્યક શબ્દનો અર્થ વિપરીત માન્યતા રહિત છે, અને દર્શન તે પ્રતીતિ છે. વિપરીત માન્યતા રહિત, યથાર્થ નીતી કરવી, તે સમ્યગ્દર્શન છે. (૪૯) આત્માના અનંત આનંદમય, શુદ્ધ, પવિત્ર સ્વરૂપનો નિર્ણય કરવો તે સમ્યગ્દર્શન છે. અંધશ્રદ્ધાએ માની લેવાની અહીં વાત નથી, પણ સારી રીતે પરીક્ષા કરી, નિઃસંદેહપણે સ્વરૂપને માનવું તે સમ્યક્ શ્રદ્ધા છે. (૫૦) આત્મામાં એક સમયની થતી કર્મબંધનરૂપી વિકારી ક્ષણિક અવસ્થાને ધ્યાનમાં ન લેતાં એકલા જ્ઞાયક ધ્રુવ સ્વભાવને લક્ષમાં લઈ તેમાં કર્યો તે તો જ્ઞાતા જ છે. સ્વભાવે આત્મા નિર્વિકારી, આનંદઘન, સચ્ચિદાનંદ સ્વરૂપ જ્ઞાતાદા,
૯૭૫ સ્વાવલંબી અને સ્વતંત્ર છે. એવી આત્મા તરફની દષ્ટિ તે સમ્યગ્દર્શન છે એ ભાવમાં સ્થિરતા થવી તે સમ્યફ ચારિત્ર છે. (૫૧) શુદ્ધ આત્માની
યથાર્થપણે શ્રદ્ધા. સમ્યગ્દર્શન અને મોટા માર્ગનું કથન :
સમ્મચારિત્ર, નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક જ હોય છે. જીવને નિશ્ચય. સમ્યગ્દર્શન સાથે જ સમ્યગૂ ભાવશ્રુતજ્ઞાન થાય છે તેને નિશ્ચયનય તથા વ્યવહારનય એ બન્ને સમ્યક શ્રુતજ્ઞાનના અવયવો (અંશો) છે, તેથી મિથ્યા દષ્ટિને નિશ્ચય કે વ્યવહારનય હોઈ શકે જ નહીં માટે વ્યવહારનય પ્રથમ હોય અને નિશ્ચયનય પછી પ્રગટે એમ માનનારને નયોના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન નથી. વળી નય નિરપેક્ષ હોતા નથી. નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટ થયા પહેલાં જો વ્યવહારનય હોય તો નિશ્ચયનયની અપેક્ષા વિનાનો નિરપેક્ષનય થયો; વળી પ્રથમ એકલો વ્યવહારનય હોય તો અજ્ઞાનદશામાં સમગ્ર માનવો પડે, માટે અજ્ઞાન દશામાં કોઈ જીવને વ્યવહારનય હોઈ શકે નહિ, પણ વ્યવહારભાસ કે નિશ્ચયા ભાસરૂપ મિથ્યાનય હોઈ શકે. જીવ નિજ જ્ઞાયક સ્વભાવના આશ્રય વડે નિશ્ચય રત્નત્રય (મોક્ષમાર્ગ) પ્રગટ કરે ત્યારે સર્વજ્ઞ કથિત નવ રત્નો, સાચાદેવ-ગુરૂ-શાસ્ત્રની શ્રદ્ધા સંબંધી રાગમિશ્રિત વિચારો અને મંદ કષાયરૂપ શુભ ભાવ તે જીવને જે પૂર્વે હતો તેને ભૂત નૈગમનથી વ્યવહાર કારણ કહેવામાં આવે છે.વળી, તે જ જીવને નિશ્ચય સમ્યગ્દર્શનની ભૂમિકામાં શુભરાગ અને નિમિત્ત કેવા પ્રકારના હોય, તેનું સહચરપણું બતાવવા વર્તમાન શુભ રાગને વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો; તેમ કહેવાનું કારણ એ છે કે તેથી જુદા પ્રકારના વિરૂદ્ધ) નિમિત્તો તે દશામાં કોઈને હોઈ શકે નહિ; એ પ્રકારે નિમિત્ત-વ્યવહાર હોય છે તો પણ તે ખરૂં કારણ નથી. આત્મા પોતેજ સુખસ્વરૂપ છે તેથી આત્માના આશ્રયે જ સુખ પ્રગટ થઈ શકે છે, પણ કોઈ નિમિત્ત કે વ્યવહારના આશ્રયે સુખ પ્રગટ થઈ શકે નહિ.