________________
હોવાથી તે સમ્યગ્દર્શનને ગુણ કહેવાય છે. મિથ્યાત્વ તે મલિનતાને દોષ છે, તેની સામે સમ્યગ્દર્શન તે પવિત્ર ગુણ છે, તેમાં શુદ્ધતા છે - નિર્મળતા છે તેથી તેને ગુણ કહ્યો. તેમાં અભેદ આત્માની નિર્વિકલ્પ પ્રતીત છે, તે મોક્ષપુરીમાં પ્રવેશવાનો દરવાજો છે. (૩૨) ભગવાન આત્મા અંદર સદા પરમાત્મસ્વરૂપે વિરાજે છે, તેની સન્મુખ થઈને જેવી અને જેવડી પોતાની ચીજ છે, તેવી અને તેવડી પર્યાયમાં, ત્રિકાળી દ્રવ્યને શેય બનાવી હું આ શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, પરમજયોતિ સુખધામ છું, એવી પ્રતીતિ કરવી, એનું નામ અંતઃશ્રદ્ધાન છે. એને આત્માનું અંતઃશ્રધ્ધાન કહો, રૂચિ કહો કે સમ્યગ્દર્શન કહો, એકજ વાત છે. (૩૩) નિજ પરમાત્મા દ્રવ્યનું સમ્યક શ્રદ્ધાન એમ કહીને એક સમયની પર્યાય કે રાગ કે દેવ શાસ્ત્ર ગુરૂ કોઈ એના શ્રદ્ધાનનો વિષય જ નથી એમ સિદ્ધ કર્યું છે, ગજબ વાત છે ભાઈ ! જેવું પોતાનું ત્રિકાળી સતુ છે તેવું તેનું શ્રદ્ધાન-જ્ઞાન થવું તેને અહીં સમ્યગ્દર્શન - સમ્યજ્ઞાન કહ્યું છે. આવી ચુસ્ત-આકરી શરતો છે. (૩૪) છે દ્રવ્ય, પાંચ અસ્તિકાય તથા નવ પદાર્થની શ્રદ્ધાને વ્યવહાર સમ્યગ્દર્શન કહે છે. તે વ્યવહાર સમ્યગ્દર્શન નિશ્ચય સમ્યગ્દર્શનનું કારણ છે, તે બેયમાં કાર્ય-કારણ અથવા સાધ્ય-સાધક સંબંધ છે. નિશ્ચય સમ્યગ્દર્શન સાધ્ય તથા વ્યવહાર સમ્યગ્દર્શન સાધક છે. વીતરાગ પરમાનંદ સ્વભાવવાળો શુદ્ધ સહજાત્મા ઉદાદેય છે, એવી રૂચિમાં પરિણમેલો શુદ્ધાત્મા નિશ્ચય સમ્યગ્દર્શન છે. (૩૫) સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ગ્રંથિભેદથી થાય છે, અર્થાત્ ગ્રથિભેદનું ફળ આ સમ્યગ્દર્શન છે. અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ એ ચાર તા મિથ્યાત્વમોહિની, મિશ્રમોહિની, સમ્યક્ત મોહિની એ ત્રણ એમ એ સાત પ્રકૃતિ જ્યાં સુધી શ્રયોપશમ, ઉપશમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમદષ્ટિ થવું સંભવતું નથી. એ સાત પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યત્વનો ઉદય થાય છે, તે પ્રકૃતિઓની ગ્રંથી છેદવી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાઈ તેને આત્મા હસ્તગત થવો સુલભ છે. તત્ત્વજ્ઞાનીઓએ જ ગ્રંથિને ભદવાનો ફરી ફરીને બોધ કર્યો છે જે આત્મા એપ્રમાદેપણે તે ભુદવા ભણી દષ્ટિ
૯૭૪ આપશે તે આત્મા આત્મત્વને પામશે એ નિઃસંદેહ છે. (૩૬) અભેદદષ્ટિ થયા વિના, સમ્યગ્દર્શન થતું નથી (૩૭) નવતત્ત્વનો મન દ્વારા વિચાર કરવો તે શુભ રાગ છે. તે શુભ વિકલ્પ પરિપૂર્ણ યથાર્થ તત્ત્વ સમજવામાં વચ્ચે નિમિત્તપણે આવ્યા વિના રહેતો નથી, પણ તે વિકલ્પનો અભાવ કરી ક્ષણિક વિકારી અંશને ગૌણ કરી, શુદ્ધનય વડે એકરૂપ અખંડ જ્ઞાયકસ્વભાવી આત્માને જાણી તેની શ્રદ્ધા કરે તે સમ્યગ્દર્શન છે. સ્વભાવના જોરે નિશ્ચય એકત્વની શ્રદ્ધા થાય છે, ત્યાં નવતત્ત્વના વિચારની પ્રથમ હાજરી હતી તેથી તે નિમિત્ત કહેવાય છે. પોતે જ પૂર્ણ કલ્યાણ સ્વરૂપ સ્વતંત્ર છે, તે સ્વભાવના લક્ષે નવ તત્ત્વના ભેદ છોડી નિર્મળ એકપણાની શ્રદ્ધામાં કરવું તેને સર્વજ્ઞ ભગવાને સમ્યત્વ કહ્યું છે. જીવાદિ નવતત્ત્વોને શુદ્ધનયથી જાણે અને જાણ્યા પછી વિકલ્પને ગૌણ કરી, સ્વભાવ તરફ ઢળીને એકરૂપ સ્વભાવને જાણે તે નિયમથી સમ્યગ્દર્શન છે. આ ધર્મનું પ્રથમ સોપાન છે. (૩૮) સમ્યગ્દર્શનમાં, સમ્યક શબ્દનો અર્થ વિપરીત માન્યતા રહિત છે, અને દર્શન તે પ્રતીતિ છે. સમ્યક શબ્દ, તે પ્રશંસાવાચક છે. વિપરીતતા રહિત યથાર્થ શ્રદ્ધાન કરવી, તે જ પ્રશંસાવાચક છે. ઉધી માન્યતાનો જેની શ્રદ્ધામાં અભાવ છે, તે જ પ્રશંસાવાચક છે. જુઓ, આ મોક્ષમાર્ગનું મૂળિયું ! (૩૯) આત્મા જેવો છે તેવો જેને અનુભવાય તેને સમ્યગ્દર્શન થયું કહેવાય. સમ્યગ્દર્શનના ત્રણ પ્રકાર કહેલ
આપ્ત પુરૂષના વચનથી પ્રતીતિરૂપ, આજ્ઞાની અપૂર્વ રૂચિરૂપ, સ્વછંદ નિરોધપણે આપ્તપરૂષની વ્યક્તિરૂ૫ એ, એ પ્રથમ સમક્તિ છે. પરમાર્થની સ્પષ્ટ અનુભવાશે પ્રતીતિ તે સમકિતનો બીજો
પ્રકાર છે. (૩) નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ તે સમક્તિનો ત્રીજો પ્રકાર છે. (૪૦) છ દ્રવ્ય, પાંચ અસ્તિકાય તથા નવ પદાર્થની શ્રદ્ધાને વ્યવહાર સમ્યગ્દર્શન કહે છે. તે વ્યવહાર સમ્યગ્દર્શન નિશ્ચય સમ્યગ્દર્શનનું કારણ છે,