________________
આ રીતે પોતાના આત્માની રૂચિ અને જ્ઞાન કરીને પછી તેમાં લીન થઈને સ્થિર રહેવું તે સમ્યક ચારિત્ર છે. (૨૪) અંદર ધ્રુવ ત્રિકાળી શ્રદ્ધાથી ભરેલો ચૈતન્ય સામાન્ય સ્વરૂપ ભાગવાન આત્મા છે તેમાં એકાગ્ર થઈને તેનો અનુભવ કરતાં અંદરમાં તેની નિર્વિકલ્પ પ્રતીતિ થાય છે તે સમક્તિ અર્થાત્ સમ્યગ્દર્શન છે અને તે ધર્મની પહેલી શ્રેણી છે. (૨૫) વર્તમાન જ્ઞાનની પર્યાયમાં, ત્રિકાળી દ્રવ્યને શેય બનાવી, હું આ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ધન પરમ જયોતિ સુખધામ છું, એવી પ્રતીતિ કરવી, એનું નામ અંતઃશ્રદ્ધાન છે. એને આત્માનું અંતઃશ્રદ્ધાન કહો, રૂચિ કહો કે સમ્યગ્દર્શન કહો, એક જ વાત છે. (૨૬) ભગવાનના જ્ઞાનમાં ત્રણ લોક ત્રણ કાળ જણાયા છે. પ્રત્યેક દ્રવ્યની અનાદિ અનંત ત્રણકાળની ધારાવાહી પ્રગટ થનારી પર્યાયો ભગવાનના કેવળજ્ઞાનમાં જણાઈ છે. એનો અર્થ શું ? કે આ શરીર, મન, વાણી, ઈન્દ્રિયો ઈત્યાદિ સમસ્ત પરદ્રવ્યની પર્યાયોનો કર્તા આત્મા નથી. પ્રથમ આવી સાચી શ્રદ્ધા સહિત દ્રવ્યદૃષ્ટિ પ્રગટ કરે એનું નામ સમ્યગ્દર્શન છે; ભાઈ ! ત્રિકાળી દ્રવ્યની દૃષ્ટિ થયા વિના પર્યાયનું સાચું જ્ઞાન થતું નથી. દ્રવ્ય દષ્ટિ અને સમ્યજ્ઞાન સમ્યગ્ન એ તો ધર્મની પહેલી સીડી છે. ચારિત્ર તો એ પછીની વાત છે. (૨૭) પરથી ભિન્ન, સ્વભાવે નિત્ય શુદ્ધ એવા આત્માને નિરંતર સેવવો તે જ સમ્યગ્દર્શન છે. (૨૮) જીવ દ્રવ્ય સકળ કપાધિથી રહિત જેવું છે. તેવો જ પ્રત્યક્ષપણે તેનો અનુભવ. તે જ નિશ્ચયથી સમ્યગ્દર્શન. (૨૯). અખંડ, અભેદ એકરૂપ જે ત્રિકાળી જ્ઞાયકભાવ એની દૃષ્ટિ એ નિર્વિકલ્પ સમ્યગ્દર્શન. (૩૦) અભેદ સ્વભાવનું લક્ષ કહો, જ્ઞાતા સ્વરૂપનો અનુભવ કહો, સુખ કહો, ધર્મ કહો કે સમ્યગ્દર્શન કહો - તે આજ છે. સમ્યગ્દર્શન નિર્વિકલ્પ સામાન્ય શ્રદ્ધાગુણનો શુદ્ધ પર્યાય છે, તેને એકલા નિશ્ચય-અખંડ સ્વભાવ સાથે સંબંધ છે, અખંડ દ્રવ્ય જે ભંગ-ભેદ રહિત છે તે જ સમ્યગ્દર્શનને માન્ય છે; સમ્યગ્દર્શન પર્યાયને સ્વીકારતું નથી. સમ્યગ્દર્શનનો વિષય તો અખંડ દ્રવ્ય જ છે. સમ્યગ્દર્શનના વિષયમાં દ્રવ્ય ગુણ પર્યાયના ભેદ નથી. દ્રવ્ય-ગુણ પર્યાયથી અભેદ વસ્તુ તે જ સમ્યગ્દર્શન ને માન્ય છે. (અભેદ વસ્તુનું લક્ષ કરતાં જે નિર્મળ પર્યાય પ્રગટયો તે સમાન્ય વસ્તુ સાથે
૯૭૩ અભેદ થઈ જાય છે.) સમ્યગ્દર્શનરૂપ જે પર્યાય છે તેને પણ સમ્યગ્દર્શન સ્વીકારતું નથી. એક સમયમાં અભેદ પરિપૂર્ણ દ્રવ્ય તે જ સમ્યગ્દર્શનને માન્ય છે. એકલા આત્માને સમ્યગ્દર્શન પ્રતીતમાં લે છે. સમ્યજ્ઞાન છે તે પર્યાયને અને નિમિત્તને પણ જાણે છે. સમ્યગ્દર્શનને પણ જાણનારું તો સમ્યજ્ઞાન જ છે. અનાદિથી આત્માના અખંડ રસને સમ્યગ્દર્શન વડે જાયો નથી એટલે પરમાં અને વિકલ્પમાં જીવ રસ માની રહ્યો છે, પણ હું અખંડ એક રૂપ સ્વભાવ છું. તેમાં જ મારો રસ છે. પરમાં ક્યાંય મારો રસ નથી – એમ સ્વભાવ દૃષ્ટિના જોરે એકવાર બધાને નિરસ બનાવી દે છે ! શુભ વિકલ્પ ઊઠે તે પણ મારી શાંતિનું સાધન નથી. મારી શાંતિ મારા સ્વરૂપના રસના અનુભવમાં સમસ્ત સંસારને નિરસ બનાવી દે ! તને સહજાનંદ સ્વરૂપના અમૃતરસની અપૂર્વ શાંતિનો અનુભવ પ્રગટ થશે. તેનો ઉપાય સમ્યગ્દર્શન જ છે. અનંત કાળથી અનંત જીવો સંસારમાં રખડે છે અને અનંત કાળમાં અનંત જીવો સમ્યગ્દર્શન વડે પૂર્ણ સ્વરૂપનું ભાન કરીને મુક્તિ પામ્યા છે. જીવોએ સંસારપક્ષ તો અનાદિથી ગ્રહણ કર્યો છે પરંતુ સિદ્ધનો પક્ષ કદી ગ્રહણ કર્યો નથી. હવે સિદ્ધનો પક્ષ ગ્રહણ કરીને પોતાના સિદ્ધ સ્વરૂપને જાણીને સંસારનો અભાવ કરવાનો અવસર આવ્યો છે... અને તેનો ઉપાય એક માત્ર સમ્યગ્દર્શન છે. (૩૧) સમ્યગ્દર્શન સાથેનું જ્ઞાન પોતાના આત્માને પરથી ભિન્ન ચિદાનંદસ્વરૂપ જેવો છે તેવો સ્વસંવેદનપૂર્વક અતીન્દ્રિયજ્ઞાનથી જાણે છે. સમ્યગ્દર્શન સાથેના સમ્યજ્ઞાનમાં અંશે અતીન્દ્રિયપણું થયું છે. આવું સમ્યજ્ઞાન તે મોક્ષમાર્ગનું બીજું રત્ન છે. શુદ્ધ આત્મા સન્મુખ ઉપયોગ વળતાં સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન બન્ને રત્નો એક સાથે પ્રગટે છે; અને તે જ વખતે અનંતાનુબંધી કષાયોના અભાવથી સ્વરૂપાચરણ પણ થાય છે. આવો મોક્ષમાર્ગ સમ્યગ્દર્શન થતાં ચોથે ગુણસ્થાને શરૂ થાય છે. સિદ્ધ પ્રભુના આનંદનો નમૂનો ચાખતું સમ્યગ્દર્શન પ્રગટયું સાથે એક સાથે અનંત ગુણમાં નિર્મળ કાર્ય થવા માંડયું. શ્રદ્ધા ગુણની શુદ્ધપર્યાય તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન તે કાંઈ ત્રિકાળી ગુણ નથી, શ્રદ્ધા ગુણ ત્રિકાળ છે તેની સમ્યક પર્યાય થઈ તે સમ્યગ્દર્શન છે. ને તેમાં મિથ્યાત્વ સંબંધી દોષનો અભાવ