________________
(૫) મોક્ષમાર્ગ તો એક જ છે. તે નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપે
છે. (પ્રવચનસાર ગાથા ૮૨-૧૯૯- તથા મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ઠ ૩૧૫). હવે મોક્ષમાર્ગ તો કાંઈ બે નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને નિરૂપણ કર્યો છે તે નિશ્ચય મોક્ષમાર્ગ છે. તથા જ્યાં જે મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા સહચારી છે ત્યાં તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે; કારણ કે નિશ્ચય વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે, અર્થાત્ સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર-માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ જાણવો. પણ એક નિશ્ચય મોક્ષમાર્ગ છે તથા એક વ્યવહાર મોક્ષમાર્ગ છે - એમ બે મોક્ષમાર્ગ માનવા તે મિથ્યા છે. (મોક્ષમાર્ગ
પ્રકાશક ગુ.પા. ૨૫૩-૨૫૪). સમ્યગ્દર્શન અને સમાન :ભગવાન! તું કોણ છો ? અંતરંગમાં આનંદનો ભંડાર
સચ્ચિદાનંદમય આત્મા છો ને પ્રભુ! અને એ સદા જ્ઞાનસ્વરૂપ જ છે; રાગરૂપે કે સંસારરૂપે એ કદીય થયો નથી. તારું ઘર જ એ છે, રાગ કે નિમિત્ત એ કોઈ તારું ઘર નથી. એ બધાં છે ખરા, પણ એ તારી સ્વરૂપમાં-ઘરમાં નથી. અહા! એ બધાને જાણવા કાળે તારું જ્ઞાન વાસ્તવમાં જ્ઞાનને જ જાણે છે, અને તે જ્ઞાન તારું નિજ સ્વરૂપ છે, સ્વલક્ષણ છે. અહા! એ જ્ઞાન લક્ષણને વર્તમાન જ્ઞાનની દશાને ત્યાં અંદરમાં વાળતાં આનંદનો સાગર જ્ઞાનમૂર્તિ પ્રભુ આત્મા નિર્વિકલ્પપણે (પર્યાયમાં) સિદ્ધ થાય છે–પ્રગટ થાય છે. આને ભગવાન સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન કહે છે. ભાઇ! ભવરોગ મટાડવાનો આ
ઉપાય છે; બાકી બધાં થોથાં છે. સમ્યગ્દર્શન થવાનાં ચાર લાણો અહંતાદિનું શ્રદ્ધાન, તત્ત્વાર્થ શ્રદ્ધાન, સ્વ પર
શ્રદ્ધાન અને આત્મ શ્રદ્ધાન સમગ્દર્શન પ્રગટ થવાની રીત :પ્રથમ તો અહંત ભગવાનના દ્રવ્ય ગુણ-પર્યાયને
જાણીને, પોતાના આત્મામાં અંદર લક્ષ કરે ત્યારે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની એકત્વપણે અભેદ દષ્ટિ થતાં તેને સમ્યગ્દર્શન થાય છે, એ મિથ્યાત્વનો નાશ
થાય છે. ભગવાનના ગુણો તરફનું લક્ષ રહે ત્યાં સુધી તો રાગ જ છે; જ્યારે
અંતર્દષ્ટિ કરે ત્યારે તેને સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શન પર્યાય ક્ષેય તત્ત્વ અને જ્ઞાતૃતત્ત્વની તથા પ્રકારે (જેમ છે તેમ યર્થાથ)
પ્રતીતિ જેનું લક્ષણ છે તે સમ્યગ્દર્શન પર્યાય છે. સમ્યગ્દર્શન પામવાની યિા બહારની કોઈ ક્રિયાથી સમ્યગ્દર્શન થવાનું નથી. જાતે
અભ્યાસ કરી, સ્વભાવને સમજવાનો ખરી રૂચિથી પ્રયત્ન કરવો તે અપૂર્વ સમ્યગ્દર્શન પામવાની ક્રિયા છે. રાગ-દ્વેષ, મોહ તે માયા નથી, પરથી કોઈને લાભ-હાની થઈ શકે નહિ, હું પરનું કાંઈ કરી શકું નહિ, માત્ર મારા પૂર્ણ જ્ઞાયક સ્વભાવમાં અનંતી ક્રિયા કરી શકું, એવા સ્વતંત્ર સ્વભાવની હા પાડી, અંતરમંથન કરી, યથાર્થ નિર્ણયરૂપ નિઃસંદેહ શ્રદ્ધા એ જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિની ક્રિયા છે. અનંત જ્ઞાનાનંદપણે છું અને વિકારપણે નથી એમ શ્રદ્ધા કરવામાં જ્ઞાનની અનંતી ક્રિયા થઈ, મિથ્યાત્વનું પ્રતિક્રમણ થયું, અનંત ભવના પ્રત્યાખ્યાન થયા. પોતાના સ્વતંત્રપૂર્ણ સ્વભાવને ઓળખીને માનવો તે ભક્તિનું
(મિથ્યાત્વનું) પ્રતિક્રમણ છે. સુવ્યગ્દર્શન પામવાની રીત આકાશાદિ પદાર્થની જેમ હું અસલ સ્વભાવથી
પારમાર્થિક વસ્તુવિશેષ છું, આકાશાદિ દ્રવ્યમાં પરનું કર્તાકર્મપણું તેના સ્વભાવમાં નથી તેમ રાગ-દ્વેષનો હું કર્તા ને તે મારું કર્મ તે મારા આત્મવસ્તુ સ્વભાવમાં જ નથી. જુઓ ! આ સમ્યગ્દર્શન સ્વભાવમાં કર્તાકર્મ આ રીતે કાઢી નાખ્યા અને સમ્યગ્દર્શનનો અને છૂટવાનો ઉપાય બતાવ્યો.જ્ઞાયક સિવાયનું બીજું બધું-શરીર, વાણી, મન, સ્ત્રી-પુત્ર-પરિવાર તથા લક્ષ્મી, બંગલા વગેરે ભિન્ન પદાર્થો, તેમજ જીવની પર્યાયમાં પરના લક્ષે ઉત્પન્ન થતાં પુણય-પાપરૂપ વિભાવભાવ, અરે ! વ્યવહારરત્નત્રયના વિકલ્પ શુદ્ધાં-પર છે. એમ, શાયકનું સહજ અસ્તિત્વ ખ્યાલમાં લેતાં તેમાં આવી ગયું. દયા, દાન, પૂજા-ભક્તિ ને વ્રત-તપની વાતો તો શુભરાગ ને ક્રિયાની છે, એ કાંઈ આત્માની ચીજ નથી. આત્મા તો કેવળ જ્ઞાયક જ છે, બાકીનું બીજું બધું પર છે. હું કેવળ જ્ઞાયક છું, બીજું બધું પર છે એમ અંતરમાં જ્યારે બરાબર ખ્યાલ