________________
વખી દેવું છોડી દેવું, મૂકી દેવું, છૂટી જવું.
વી નાખવું છોડી દેવું, નિર્વતવું ફરીથી ઉત્પન્ન ન થયું, નિવૃત્ત થયું. ઊલટી કરી નાખવી, છોડી દેવું.
વિકલ પરમાર્થિક પ્રત્યક્ષ તેના બે ભેદ છે. એક અવધિજ્ઞાન અને બીજું મનઃપર્યાય
જ્ઞાન.
વીકુર્તી ઃશરીરને વીકુર્તી કરવું અર્થાત્ શરીરને હલકું, ભારે નાનું કે મોટું બનાવી શકે
તેવા પ્રકારની લબ્ધિ છે.
વૈક્રિયક શરીર :વૈક્રિયક શરીર અનેક રૂપ ધારણ કરે છે. તે વૈક્રિયક શરીરના પરમાણુઓની પર્યાય પુદ્ગલમય છે. જીવની ઈચ્છા છે માટે તે અનેક રૂપ ધારણ કરે છે એમ નથી. જે તે ક્ષણે જે રૂપે પરિણમવાનો તેનો સ્વકાળ છે તે રૂપે તે સ્વયં પરિણમે છે.
આ પ્રમાણે ઔદારિક, વૈક્રિયક, આહારક, તૈજસ અને કાર્યણ શરીર બધાય જીવને નથી, કારણ કે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી પોતાની અનુભૂતિથી ભિન્ન છે.નિજ શુદ્ધ પરમાત્માની અનુભૂતિમાં તેઓ ભિન્ન ભાસે છે તેથી તે જીવને નથી. પરથી ભિન્ન પડીને જયારે આત્માનુભૂતિ કરે છે ત્યારે તે અનુભૂતિથી શરીરના પરિણામ તદ્ન ભિન્ન રહી જાય છે. જુઓ ઔદારિક, વૈક્રિયક, આદિ શરીર (શરીરપણે) છે ખરાં, પણ તે બધાંય જીવને નથી. જીવ તો શરીર વિનાનો ચૈતન્યરૂપે ત્રિકાળ છે. વિશ્વમાં વસ્તુઓ અનંત છે. જે અનંત છે તે અનંતપણે કયારે રહે ? કે જયારે એકબીજાના કાર્યને કરે નહિ ત્યારે. એકબીજામાં ભળે નહિ તો અનંત અનંતપણે રહે. જો એકથી બીજાનું કાર્ય થાય તો પૃથક્ષણે અનંત વસ્તુ રહે નહિ. જો દરેક વસ્તુની પરિણતિ પોતાથી થાય અને બીજાથી ન થાય એમ રહે તો જ અનંત વસ્તુઓની અનંતપણે હયાતી સિદ્ધ થાય. તેથી જીવ અને ઔદારિક આદિ શરીર જેમ છે તેમ પૃથક્ સમજવાં જોઈએ. (૨) જે નાના મોચા, એક, અનેક વગેરે જુદા જુદા પ્રકારની ક્રિયાઓને કરે એવા દવ અને નારકીએનાં શરીરને વૈક્રિયિક શરીર કહે છે. (૩) જે જીવો એ પૂર્વે દારૂ અને માંસનું સેવન કર્યું હોય તેને નરકગતિમાં વૈકિતિક શરીરને પ્રાપ્તિ થાય છે. (૪) જે નાંના
૮૩૦
મોટાં, પૃથક્-અપૃથક્ આદિ અનેક ક્રિયાઓ કરે એવા દેવ અને નારકીઓનાં શરીરને વૈક્રિયિક શરીર કહે છે. (૬) જે નાના, મોટા, એક, અનેક વગેરે જુદા જુદા પ્રકારની ક્રિયાઓ કરે એવ દેવ અને નારકીઓના શરીરને વૈક્રિયિક શરીર કહે છે
દશા :આહાર-વિહારની નિયમિતતા, સર્વ સંદંહની નિવૃત્તિ, સર્વ ભયનું છૂટવ અને સર્વ જ્ઞાનનો નાશ.
વેગપૂર્વક વહેતા દોડતા, એક પછી એક ગતિ કરતા, ચાલ્યા જતા.
વેગપૂર્વક વહેતા અસ્વભાવબાવો ઃબહારના અનેક પ્રકારના સંયોગ-વિયોગ, સ્ત્રી,
આબરૂ, કુટુમ્બ વગેરે તેનું એકી સાથે આવવું ને જવું, ઈચ્ચા થાય ને શરીરનું એકદમ ચાલવું ને ન ચાલવું, પૈસાનું મળવું ને ટળવું, તે બધું શીઘ્રપણે થાય છે, અને અંદરમાં કર્મના નિમિત્તે અનેક પ્રકારના વિકારી ભાવો થાય છે તે બધું એકદમ વેગપૂર્વક વહે છે. શીઘ્રપણે ભાવો બદલાય છે. એક સાથે એક ક્ષણમાં અનેક પ્રકારના બંધનની ઉપાધિથી અતિ વેગપૂર્વક થતું પરિણમન તે બધો અસ્વભાવભાવ છે. સંયોગ ભાવ છે પણ તે સ્વભાવભાવ નથી. ભાવકર્મ, દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મનું બાહ્ય ફળ એવું જે નો કર્મ તે સંયોગનું દળ એકસાથે આવે છે. જેમ કે કર્મના નિમિત્તે પોતાના ઊંધા પુરુષાર્થે થતી જે ઈચ્છા, શરીરાદિની પ્રવૃત્તિ અને બહારનો સંયોગ એવા અનેક પ્રકારના બંધનની ઉપાધિ એક સાથે બની રહી છે. તેવા પર-પરિણમનના અસ્વભાવભાવોના સંયોગના વશે અજ્ઞાની થઈ જાય છે અને તેથી નિરાશ પોતાના નિર્મળ સ્વભાવને જાણતો નથી.
વૃંદાનંદકભાવ :વિનય આદરભાવ
વંશક :(મન,વચન,કાયાએ) છેતરનાર, નિષ્ફળ, અભાવ (૨) ફોગટ, નકામો, મલિન, અફળ, સ્વરૂપલક્ષથી ચૂકવનાર, છેતરનાર, ઠગનાર, છળનાર બન્યો
છે.
વેંક યોગરૂપ :નિષ્ફળ યોગરૂપ, યોગના અભાવરૂપ
વંશના છેતરાવું એ, છેતરપીડી, ઠગાઈ, ધૂર્તતા,ભ્રમ,ભ્રાંતિ, ભ્રમણા