SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષણો કોઈ વાર એકલાં વાપરવાનો પ્રસંગ આવે ત્યારે એનાં રૂપાખ્યાન નામ પ્રમાણે જ થાય છે. ક્રિયાપદ ક્રિયાના જગતમાં ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળ એવા ત્રણ કાળ છે : આમાં વર્તમાનકાળ- અત્યારની કે આજના સમયની વાત બતાવે એ વર્તમાનકાળ; જેમકે છોકરો વાંચે છે. ભૂતકાળ– જે થઈ ગયેલી ક્રિયા બતાવે છે. અત્યાર પહેલાંની હોય કે એનાથી ક્યાંય જૂના સમયમાં ચાલી જતી હોય તો એ ભૂતકાળ; જેમકે છોકરે ચોપડી વાંચી, છોકરે ચોપડી વાંચેલી ભવિષ્યકાળ- અત્યાર પછીની કે પછીના કોઈ પણ દૂર સુધીના સમયના ગાળાની વાત હોય એ ભવિષ્યકાળ; જેમકે છોકરો વાંચશે. ગુજરાતીમાં ત્રણેનાં જુદાં જરૂરી રૂપ ચાલુ છે. ક્રિયાપદોનાં ત્રણ પુરુષ અને બે વચન હોય છે, વર્તમાનકાળ– “કર'નાં રૂપાખ્યાન પુરુષ એકવચન બહુવચન ૧ (હું) કરું છું (અમે) કરિયે છિયે ૨ (ત) કરે છે ? (તમે) કરો છો ૩ (તે, આ એ) કરે છે (તેઓ, આઓ, એઓ) કરે છે ભૂતકાળ- “જમ”નાં રૂપાખ્યાન પુરુષ એકવચન બહુવચન - ૧ (હું) જમ્યો (અમે) જમ્યા ૨ (C) જમ્યો (તમે) જમ્યા ૩ (એ) જમ્યો (એઓ) જમ્યા ભૂતકાળનાં ગુજરાતી રૂપ વિશેષણ જેવાં હોઈ જાતિ પ્રમાણે બદલે, તેથી નારી જાતિમાં “ (હું-અમે-તું-તને-એ-એઓ) જમી ” આમ રૂપ થાય, જ્યારે નાન્યતર જાતિમાં – ૧ (હું) જમ્મુ (અમે) જમ્યાં ૨ (C) જમ્મુ (તમે) જમ્યાં ૩ (એ) જમ્મુ (એ) જમ્યાં વધુ જૂનો સમય હોય તો “જમેલું (વિકારક)' જમેલ (અવિકારક)
SR No.016118
Book TitlePayano Gujarati Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorK K Shastri
PublisherAdarsh Prakashan
Publication Year2003
Total Pages286
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy