________________
૨)
ભૂતકાળ : કર્યું, કહ્યું, થયું, હતું, નાડું, બેઠું, દીધું, આપ્યું વર્તમાનકાળ : કરે છે, કહે છે, થાય છે, હોય છે, નાસે છે,
બેસે છે, દે છે, આપે છે ભવિષ્યકાળ : કરશે, કહેશે, થશે, હશે, નાસશે, બેસશે,
દેશે, આપશે ૫. અવ્યય- વાક્યમાં વપરાતાં જેમાં કોઈ કાળે ફેરફાર થતો નથી તે
શબ્દો એ અવ્યય. ક્રિયાવિશેષણ : ત્યારે, ક્યારે, હમણાં, હવે, હમેશાં, કદી,
જરૂર, બેશક, નક્કી, ખરેખર, પહેલાં, * ખડખડ, અહીં, જ્યારે, જયાં, ત્યાં, જોકે નામયોગી : સાથે, માટે, સારુ, ઉપર, અંદર, બહાર,
પાસે, નજીક; વિશે, ખાતર ઉભયાન્વયી : અને, ને, તથા, તમે, તેમજ, અથવા, કે,
- પણ, પરંતુ, તોપણ, એટલે, માટે, કારણ
- કે, કેમ કે કેવળપ્રયોગી : અરે, રે, અહો, હાય, હાશ, અધધધ
વચન આપણે હરકોઈ પ્રકારની વાત કરિયે છિયે ત્યારે કાં તો હરકોઈ એકની અથવા એકથી વધારેની, એટલે કે કાં એકની, કાં બહુની. આને વચન કહે
વચન બે છે : એકવચન અને બહુવચન એકવચનથી બહુવચનનો ભેદ આપણને “ઓ' પ્રત્યયથી મળે છે; જેમકે
માણસ – માણસો
ઊંટ – ઊંટો સૂચના : જ્યાં સ્વરૂપ ઉપરથી કે આસપાસના સંબંધ ઉપરથી બહુવચનનો
બોધ થતો હોય તો ત્યાં બહુવચનને “ઓ' લગાડવાની જરૂર રહેતી નથી, છતાં “ઓવાળાં રૂપ વાપરી શકાય. ૧. અહીં દસ માણસ (માણસો) બેઠાં છે.
૨. ગાડીમાં ચાર ઘોડા (ઘોડાઓ) જોડ્યા છે. વિશેષણો અને ક્રિયાપદોને “ઓ' લગાડવામાં આવતો નથી; જેમ કે