________________
પાયાનું વ્યાકરણ
" શબ્દના પ્રકાર ૧. નામ , ૨. સર્વનામ ૩. વિશેષણ ૪. ક્રિયાપદ ૫. અવ્યય ૧. નામ– કોઈ પણ પ્રાણી, પદાર્થ, સ્થાન, સમય, ક્રિયા વગેરેની ઓળખ
માટે આપેલી સંજ્ઞા એ નામ. પ્રાણી : ઘોડો, ગાય, ભેંસ, માખી, કૂતરું, મચ્છર, માણસ પદાર્થ : ખુરસી, બાંકડો, બારી, બારણું, જમીન, ખેતર,
વાવ
સ્થાન : અમદાવાદ, મુંબઈ, રાણીબાગ, પુસ્તકાલય સમય : કલાક, મિનિટ, સેકંડ, દિવસ, રાત, રવિવાર,
સોમવાર, વરસ, મહિનો, કારતક, માગસર,
જાનેવારી, ક્રિયા : ખાણી, પીણી, દોડ, રમત, ઊંઘ, ફટકો, માર
લાગણી : ભૂખ, તરસ, મરજી, ક્રોધ ૨. સર્વનામ- નામોને-નામને ઠેકાણે - બદલે બધાંને માટે વાપરી શકાય
એવા શબ્દો એ સર્વનામ. પુરુષવાચક : હું, તું, તે, આપણે, આપ દર્શક : આ, એ, પેલું સંબંધી : જે, જેવું, જેટલું, જેવડું, તેવું, તેટલું, તેવડું અનિશ્ચિત : કોઈ, કાંઈ, કંઈ, સૌ
પ્રશ્નાર્થ : કોણ, કયું, શું ૩. વિશેષણ- નામની સંખ્યા તેમજ ગુણલક્ષણ બતાવનારા શબ્દો એ વિશેષણ. સંખ્યા : એક, બે, ત્રણ, ચાર, ચૌદ, ચોવીસ, સો, હજાર;
પહેલું, બીજું, ત્રીજું, ચોથું, ચૌદમું; એકવડું,
બેવડું, ત્રેવડું, ચોવડું, બમણું, –મણું, ચોગણું ગુણલક્ષણ : સારું, નરસું, ઊંચું, નીચું, નાનું, મોટું, ગાંડું,
ડાહ્યું, નબળું, જાડું, રાતું, પીળું, લીલું ૪. ક્રિયાપદ- વાક્યમાં ભૂત, વર્તમાન કે ભવિષ્ય કાળનો બોધ કરી, વાક્યની ક્રિયા આપી વાક્યને પૂર્ણ કરે એ ક્રિયાપદ.
૧૯