________________
પ્રસ્તુત વૈવિધ્યસભર સંખ્યાત્મક શબ્દકોશમાં પૂ. મુનિશ્રી મૃગેન્દ્રમુનિજીએ અનેક જૈનશાસ્ત્રગ્રંથો, આગમગ્રંથો અને અન્ય શાસ્ત્રગ્રંથોમાંથી ૧ થી ૧000 સુધીના અંકોના ક્રમે પદાર્થોનો સંગ્રહ કરીને એક નવી ભાતનો કોશ તૈયાર કરેલ છે. છેલ્લે ૧૮,૦૦૦ શીલાંગરથ, ચોર્યાશી લાખ જીવયોનિ, શૂન્ય, બિન્દુચક્ર, નાદ, બિંદુ, કલા વગેરેનો પણ નિર્દેશ કરેલ છે.
કોશજ્ઞાનના માધ્યમ દ્વારા વિવિધ પદાર્થોનું જ્ઞાન કરીને અંતિમ લક્ષ્ય તરીકે તો જીવે પોતાના શુદ્ધ, બુદ્ધ, આનંદમય સ્વરૂપની ઓળખાણ કરવાની છે. જે “એક અંકમાં વર્ણવેલ – ‘ો મેં સામો મળ્યાદ્વારા સૂચિત થાય છે. વ્યવહારનય દ્વારા આત્માનું જ્ઞાન કરી શુદ્ધ આનંદઘન સ્વભાવની પ્રાપ્તિ અર્થે અને વર્તમાન અવસ્થામાં રહેલી અશુદ્ધિ ટાળવા અર્થે નિશ્ચયનય નિર્દિષ્ટ પોતાના પૂર્ણ શુદ્ધ સ્વભાવને લક્ષમાં રાખી સત્સાધનરૂપ સવ્યવહારની આરાધના કર્તવ્ય છે. નિશ્ચયનયે બતાવેલ આત્મસ્વરૂપને અંતરમાં ધારણ કરીને તે સ્વરૂપના સંપૂર્ણ આવિર્ભાવ અર્થે સદ્વ્યવહારનું સેવન કરવા યોગ્ય છે. જપતપાદિ સત્સાધનોનો આશ્રય કરી સ્વરૂપમાં ઠરવાનો પુરુષાર્થ કરવા યોગ્ય છે.
પૂ.મુનિશ્રી મૃગેન્દ્રમુનિજી અને જિતેન્દ્રભાઈ શાહે મને આ “સંખ્યાત્મક શબ્દકોશ' અવલોકન કરવા માટે જે લાભ આપ્યો તે બદલ બંને પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
પ્રાંતે આ શબ્દકોશના માધ્યમે પદાર્થોનો બોધ કરીને, આત્મસ્વરૂપને પિછાણીને આપણે સૌ કોઈ ભવ્યજનો શબ્દાતીત-વિકલ્પાતીત-ધંધાતીત નિકંદ અવસ્થાને પામી સ્વસ્વરૂપના ભોક્તા બનીએ એ જ શુભકામના !!
- સાધ્વી ચન્દનબાલાશ્રી એફ-૨, જેઠાભાઈ પાર્ક,
અમદાવાદ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org