________________
વૈવિધ્યસભર સંખ્યાત્મક શબ્દકોશ
- સાધ્વી ચંદનબાલાશ્રી
કોશ પણ વ્યાકરણશાસ્ત્રની જેમ જ ભાષાશાસ્ત્રનું એક મહત્ત્વપૂર્ણ અંગ છે. વ્યાકરણ ફક્ત યૌગિક શબ્દોની સિદ્ધિ કરે છે, પરંતુ રૂઢ અને યોગરૂઢ શબ્દો માટે તો કોશનો જ આશ્રય લેવો પડે છે. પાણિનીના સમય સુધીના બધા કોશગ્રંથ ગદ્યમાં પ્રાપ્ત થાય છે, પરંતુ પછીના લૌકિક કોશોની અનુષ્ટબુ, આર્યા આદિ છંદોમાં પદ્યમય રચનાઓ પ્રાપ્ત થાય છે.
કોશોમાં મુખ્યત્વે બે પદ્ધતિઓ જણાય છે એકાર્થક કોશ અને અનેકાર્થક કોશ. પહેલો પ્રકાર એક અર્થના અનેક શબ્દોનું સૂચન કરે છે.
પ્રાચીન કોશકારોમાં કાત્યાયની “નામમાલા” વાચસ્પતિનો “શબ્દાર્ણવ વિક્રમાદિત્યનો “સંસરાવર્ત વ્યાપિનો “ઉત્પલિની ભાગરિનો ‘ત્રિકાણ્ડ' ધન્વન્તરીનો નિવટું આદિના નામો પ્રસિદ્ધ છે.
ઉપલબ્ધ કોશોમાં અમરસિંહના “અમરકોશ'ને સારી પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ છે, ત્યારબાદ પૂજ્ય આચાર્ય ભગવંત હેમચંદ્રસૂરિ મહારાજ આદિના કોશોનો સારો પ્રચાર થયો છે, તેમ કાવ્યગ્રંથોની ટીકાઓ પરથી જાણી શકાય છે.
જૈન ગ્રંથકારોએ પાઈયલચ્છીનામમાલા, ધનંજયનામમાલા, અનેકાર્થનામમાલા, અભિધાન ચિંતામણિ નામમાલા, અનેકાર્થસંગ્રહ, નિઘંટુશેષ, દેશી શબ્દસંગ્રહ, શિલોચ્છકોશ, નામકોશ, શબ્દચંદ્રિકા, સુંદરપ્રકાશમહાર્ણવ, શબ્દભેદનામમાલા, નામસંગ્રહ, શારદીયનામમાલા, શબ્દસંદોહસંગ્રહ, શબ્દારત્નપ્રદીપ, વિશ્વલોચનકોશ, નાનાર્થકોશ, પંચવર્ગસંગ્રહનામમાલા, અપવર્ગનામમાલા, એકાક્ષરીનાનાર્થકાંડ, એકાક્ષરનામમાલિકા, એકાક્ષરકોશ, એકાક્ષરનામમાલા, આધુનિકપ્રાકૃતકોશ, તૌરુષ્કીનામમાલા, ફારસીકોશ, રાજેન્દ્રકોશ, અલ્પપરિચિત સિદ્ધાંતકોશ, વગેરે અનેક કોશોની રચના કરેલ છે અને તે તે કોશો દ્વારા અનેક પદાર્થોનો બોધ કરાવેલ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org