________________
હનુમાન
૩૩
હનુમાન
દીન, અલ્પઆહારવાળી, તપ એ જ ધન છે એમ માની તપ કરતી, દુખિયણ થઈને રામથી રાવણને પરાભવ થાએ, એમ કુળદેવીને પ્રાર્થના કરતી હતી. આવી મૈથલીને કાળને પ્રેર્યો રાવણ પિતાના વધને અર્થે જ ફેસલાવવા લાગ્યા.
અનેકવા પટુ વચનેમાં રાવણ કહેતે હતઃ “હે મૈથિલી, તારાં જે જે અંગ મારા જોવામાં આવે છે, તે તે અંગમાં જ મારી દષ્ટિ ખૂંપી રહે છે. બીજુ અંગ જેવાની મતિયે થતી નથી. તું આ મિથ્યા ગાંડાઈ મૂકી દે અને મારી પટરાણુ થા. મેં અનેક જગાથી અનેક ઉત્તમ સ્ત્રીઓ આણું છે; છતાં મને પરણીને તું તેમાં સર્વેની ઉપર, રાજમહિષી થા. હું આખી સૃષ્ટિમાંથી બળાત્કારે આવેલાં સઘળાં રને અને મારું આખું રાજ તને આપી દઈશ. જે અનેક નગરોથી શોભિત પૃથ્વી હું જ છું તે હું તારા પિતા જનકને “આપી દઈશ. તને અતિ સુકુમારને જોઈ છે,
ત્યારથી મારી સ્ત્રીઓમાં મને જરાપણ પ્રીતિ થતી નથી. મારી સઘળી સ્ત્રીઓ તારી સેવા કરશે. જે જે રત્નો અને ધનકુબેરને ત્યાં છે તે બધું મારી સાથે રહી યથરછ ભોગવ. હે દેવી ! તપ, બળ, પરાક્રમ, ધન કે કીર્તિમાં કઈ પણ રીતે રામ મારી બરાબરી કરી શકે એવો નથી. હે લલિતનયને, તું તારી ઇચ્છામાં આવે તેમ પાન કર, વિહાર કર, ભોજન કર અને ભોગ ભોગવ. તારી ઇચછામાં આવે તે ગમે તેને આપી દે. ચાલ, સમુદ્રતીરે આવી રહેલાં વનમાં સેનાના હારથી શણગારાઈ મારી સાથે મનગમતે વિહાર કર.'
તે ભયંકર રાક્ષસનાં વચનો સાંભળી દુખિયણ સીતાએ ધીરે સ્વરે પ્રત્યુત્તર આપ્યો. આ વેળાએ તપસ્વિની, સુંદર આરોહવાળી, પતિવ્રતા સીતા દુઃખાત થયેલી, રુદન કરતી, ધ્રુજતી અને પિતાના પતિનું જ ચિંતન કરતી હતી. રાવણના અને પિતાની વચમાં અંતરપટ તરીકે તણખલું આડું ધરી તે મંદમંદ હસતાં કહેવા લાગી ? હે રાવણ ! તું મારા ઉપરથી તારું ચિત્ત ખસેડી, તારી સ્ત્રીઓ
ઉપર જ પ્રતિ કર. હું પતિવ્રતા છું અને આવું નિંદિત કર્મ કરનારી નથી, કારણ કે હું પવિત્ર કુળમાં જન્મેલી છું અને એવા જ પવિત્ર કુળમાં પરણેલી છું.'
આમ કહીને એણે રાવણ તરફ પિતાની પીઠ કરીને કહ્યું, “હું સતી છું અને પારકાની સ્ત્રી છું, માટે તારે ઉપભોગ કરવા યોગ્ય નથી. તું ધર્મને વિચાર કરી સારાં આચરણે રાખ. હે નિશાચર, તું જેમાં તારી સ્ત્રીઓનું રક્ષણ કરે છે, તે જ પ્રમાણે તારે પારકી સ્ત્રીઓનું રક્ષણ કરવું જોઈએ તું પરસ્ત્રીગામી નથી એવો દાખલો તારી સ્ત્રીઓને તારે આપવું જોઈએ. જે માણસ પોતાની સ્ત્રીમાં અસંતુષ્ટ રહી ઈન્દ્રિયોને ચંચળ કરે છે, તેવા ચપળ અને ધિક્કારવા યોગ્ય પુરુષોને પરસ્ત્રીઓથી જ પરાભવ થાય છે. હું માનું છું કે તારા નગરમાં કોઈ સાધુજન વસતા જ નથી. જે વસે છે તો તેની શિખામણ પ્રમાણે તું વર્તતે નથી. તેથી જ તારી બુદ્ધિ આ પ્રમાણે આચારવિચારરહિત અને વિપરીત થઈ ગઈ છે.'
આવાં આવાં અનેક વચનોથી રાવણનો તિરસ્કાર કરવાથી કે રાક્ષસાધીપ બોલ્યો : જગતની રીત જ છે કે, પુરુષ જેમ જેમ સ્ત્રીને સાંત્વન કરતો જાય છે કે, પુરષ જેમ જેમ તેને પિતાના દબાણમાં લેતા જાય છે અને જેમ જેમ અપ્રિય વચન કહેતા જાય છે, તેમ તેમ અળખામણે થતું જાય છે. હું તારા પ્રતિ જેમ જેમ માયા બતાવું છું તેમ તેમ તું મારે તિરસ્કાર કરવામાં ઊણપ રાખતી નથી. હે ચારુવદનિ, મિથ્યાવ્રતને ડોળ ઘાલનારી તું નાશ તથા અપમાનને યોગ્ય જ છે, છતાં માત્ર સ્નેહ અને પ્રેમને વશ હેવાથી જ હું તારો વધ કરતા નથી. બાકી હે મૈથિલી, તે જે જે વચનો કહ્યાં છે તેના બદલામાં તે તારે દારુણ વધ કરવો એ જ યોગ્ય છે.” આમ પરસ્પર કેટલીક વાત થયા પછી રાવણ ત્યાંની રાક્ષસીઓને સામ, દામ, ભેદ અને દંડથી એને મને ભજવાનું સમજાવો, વગેરે કહીને