________________
હનુમાન
૩૨
હનુમાન
લાબ અને અર યોજન પહોળા રાવણને પિતાને મહેલ જોયો. રાવણને સ્ત્રીઓની સાથે પલંગ પર સૂતેલો જોઈ, ત્યાંથી ચાલી નીકળે. સંપતિએ કહ્યું હતું કે સીતાને અશોકવનમાં રાખેલાં છે, તેથી ત્યાંથી અશોકવનનો રસ્તો લી. | વા૦ ૨૦ સુંદર૦ સ, ૨-૧૩.
અશોકવનમાં જતાં જ હનુમાન જુએ છે તે, ત્યાં અનેક સુંદર પ્રાસાદ આવી રહ્યા છે. અનેક વાડીઓ, ફળ કલેથી લચી રહેલાં લક્ષાવધિ ઝાડો ડેલી રહ્યાં છે. આ બધું આશ્વર્ય જોઈને મૂળે લંકા વગેરે જોઈને હનુમાન ઘણે જ વિસ્મય પામ્યો. આમ જોતાં જોતાં ત્યાં એણે એક સીસમનાં ઝાડ નીચે પીળાં વસ્ત્ર પરિધાન કરીને બેઠેલી એક સ્ત્રીને દીઠી. એણે રાક્ષસીએની પેઠે ત્રણ સે વાળ ન બાંધતાં માત્ર એક જ વેણ રાખી હતી. ઉપવાસને લઈને એ કૃશ થઈ ગયેલી હતી. મલિન, દુખિત અને વિચારમાં ગુમ થઈ ગયેલી દેખાતી હતી. એના તેજ વડે, એની મુખમુદ્રા વડે, આ દિવ્ય સ્ત્રી જ સીતા હશે એમ હનુમાનને લાગ્યું. મનમાં આવો નિશ્ચય થતાં જ હનુમાનને આનંદ વ્યાપી ૨હ્યો. એને લાગ્યું કે રામને આને માટે જે શેક થાય છે તે યોગ્ય જ છે, કારણ કે એ એવી જ ગુણવતી, પતિવ્રતા અને સુંદરતાનો મૂર્તિરૂપ દેખાય છે. આવા આવા વિચાર હનુમાનના મનમાં ઘોળાતા હતા, એટલામાં પ્રભાત થવાને સમય આવી પહોંચે. | વા૦ ૨૦ સું૦ અ૦ ૧૩-૧૭.
પ્રભાત થતાં જ રાવણ ઠાઠ કરીને અશોકવાટિકામાં જવા નીકળ્યો. એની પાછળ સેંકડો સ્ત્રીઓ ચાલતી હતી. કેટલીકના હાથમાં સેનાની મસાલા હતા. કેટલાકના હાથમાં ચમ૨ હતાં, જે વડે તેઓ રાવણને વ્યજન કરતી હતી. કોઈના હાથમાં સેનાની ઝારીઓ હતી. કોઈના હાથમાં ઢાલ અને તલવાર હતી. કોઈના હાથમાં રત્નજડિન સોનાનાં પાનપાત્ર હતાં. કઈ વેત હંસના જેવું અને ચન્દ્રના જેવું ઉજજવલ છત્ર ધરીને ચાલતી હતી. રાવણની માનીતી રાણુઓ પિતાના વીર
પતિનો પાછળ ચાલતી હતી. તેમના હાર, કેયૂરે વગેરે ખસી ગયાં હતાં. તેમની પિયેળા ભૂંસાઈ ગઈ હતી. એટલાની લટે છૂટી થઈ ગઈ હતી. શેષ રહેલી મઘની અસરથી તેમનાં નેત્ર ઘેરાયેલાં હતાં. આ બધી સ્ત્રીઓ અને રાણીએ મંદમંદ પગલે પાછળ આવતી હતી અને સીતામાં આસક્ત થઈ ગયેલે મંદબુદ્ધિ રાવણ પણ પોતે મંદમંદ ગતિએ જતું હતું. તેઓ જ્યારે અશોકવાટિકાની છેક પાસે આવી પહોંચ્યાં, ત્યારે સ્ત્રીઓની કટિમેખલા અને નુપૂરને રણઝણુટ હનુમાને સાંભળ્યો. તેની તરફ દષ્ટિ ફેંકતાં અપ્રતિમ કર્મ, અચિંત્ય બળ અને પૌરુષવાળા રાવણને અશોકવાટિકાના દ્વાર પાસે આવતો તે છે. આવી રીતે જતા રાવણને જોઈને તેને બરાબર ઓળખવાને માટે વૃક્ષઘટામાં છુપાયલે હનુમાન ઊંચનીચે થવા લાગ્યો, / વા૦ ૨૦ સૂ૦ સ. ૧૯,
તેને જોયા પછી, તેની પાછળ નજર કરતાં રૂપયૌવનસંપન્ન રાવણની સુંદરીઓ પણ જોવામાં આવી. તે સ્થળે પુરુષ માત્ર શંકુકણ નામને એક રાક્ષસ જ હતા, બાકી બધું સ્ત્રિયારા દેખાતું હતું. શંકુકર્ણ મદિરાથી મત્ત થયેલે, શ્વેત વસ્ત્રો ધારણ કરીને ઊભો હતો. તેણે રાવણને પ્રણામ કર્યા. લંકામાં જે શયનગૃહમાં સૂતો હતો તે જ આ, એમ હનુમાને એને ઓળખ્યો. હનુમાન પતે તેજવળે છતાં, રાવણના તેજથી ખચકાઈ વૃક્ષનાં પાંદડાંની ઘટામાં સંતાઈને બેઠે. હનુમાન બેઠા હતા ત્યાં આગળ થઈને રાવણ શ્યામકેશવાળી, સુંદર નિતંબવાળી, પરસ્પર અડેલા સ્તનવાળી, તથા રાતા ખૂણાવાળાં નેત્રવાળી સીતાને મળવા ઉતાવળે ઉતાવળે આગળ ચાલ્યા.
રૂપયોવનસંપન્ન અને ઉત્તમ ભૂષણથી વિભૂષિત રાક્ષસાધીપ રાવણને આવતા જોઈ અનિંદિતા રાજપુત્રી સીતા, ઉન્મત્ત વાયુથી જેમ કદલી કંપે તેમ થરથર કંપવા લાગી. પિતાના બન્ને ઉરુથી ઉદરને ઢાંકીને તથા બે હાથે સ્વસ્તિક કરી બને સ્તનને ઢાંકીને અતિ રુદન કરવા લાગી. સીતા