________________
સ્યમ તક્રમણિ
જિતને પાતે કૃષ્ણ ઉપર આળ મૂકયું હતું. તેથી લાજ તા ઘણી આવી. પણ મણિ પેાતાને ઘેર લઈ ગયે. પ્રસેનની મરણક્રિયા વગેરે સસ્કારી પૂરા થયા પછી સત્રાજિતે વિચાર કર્યો કે પોતાની કન્યા સત્યભામા કૃષ્ણને પરણાવીને મણુિ તેમને જ આપી તેમની સાથે મૈત્રી કરવી. તરત જ એને પેાતાના અભિદ્યાષની સિદ્ધિ કરીને સત્યભામા પરણાવીને મણિ કૃષ્ણને આપ્યા. સત્રાજિત યાદવ હતા; કૃષ્ણ પણ્ યાવ હતા, છતાં ક્ષત્રિયામાં એક ગાત્રી હાવા છતાં પણ જો પુરે હિત જુદા જુદા હાય તા તેમનાં લગ્ન વિષયે શકાને સ્થાન નથી.
કૃષ્ણે આ મણિ સત્યભામાની પાસે જ રહેવા દીધે। હતા. એવામાં હસ્તિનાપુરથી સમાચાર આવ્યા કે સંત સહવર્તીમાન પાંડવા લાક્ષાગૃહમાં બળી મૂઆ, એ સાંભળી સત્યભામાને સત્રાજિતને ત્યાં મેકલી પોતે બળરામની સાથે ઘણી ત્વરાથી હસ્તિનાપુર ગયા. અહીં દ્વારકામાં અક્રૂર અને કૃતવર્મા બન્ને જણા કાઈ એક શતધન્વા નામના યાદવ પાસે આવ્યા. આ શતધન્વા તે કૃતવર્માના ભાઈ શતધન્વા નહિ પણ ખીજો જ.
અક્રૂર અને કૃતવર્માએ શતધન્વાને કહ્યું કે, તું સત્રાજિત પાસેથી મણિ શા માટે લઇ લેતેા નથી ? જેણે રત્ન જેવી કન્યા આપણને હા કહીને પછી ન આપતાં કૃષ્ણને આપી એ સત્રાજિત પેાતાના ભાઈ પ્રસેનની પાસે કાં ન જાય ?' આમ બુદ્ધિ ફેરવતાં જેનું મેાત પાસે આવ્યું હતું તેવા પાપી શતધન્વાએ સત્રાજિતને સૂતા માર્યો. સ્ત્રીઓ અનાથની પેઠે ચીસ પાડતાં અને રાતાં—કળતાં છતાં કસાઈ પશુને મારે એમ સત્રાજિતને મારી શતધન્વા મણિ લઈ ગયા.
પેાતાના પિતાને મારી નાખેલે જોઈ શાકથી વ્યાપ્ત થયેલાં સત્યભામા હૈ બાપ ! હે બાપ ! હું મરી ગઈ' એમ વિલાપ કરતાં મૂર્ચ્છત થઈ ભાંય ઉપર ઢળી પડયાં. પછી મૂએલા બાપને તેલની ક્રેાઠીમાં નાખી સત્યભામા પાતે હસ્તિનાપુર ગઈ. ત્યાં જઈને ભગવાન જે તે વાત ણુતા જ હતા
૩૦૯
સ્યમ તક્રમણિ
તેમને પેાતાના પિતાના વધની વાત કરી. આ વાત સાંભળી ઈશ્વર છતાં મનુષ્યાવતારને અનુસરી બન્ને ભાઈએ આંખમાં આંસુ લાવીને અડે।, અમને મેાટી વિપત્તિ આવી' એમ વિલાપ કરવા લાગ્યા, પછી બલભદ્ર અને શતધન્વાને મારીને મણિ પાછે લેવાની પેરવી કરવા લાગ્યા. આ ગેઠવણુની ખબર પડવાથી ભયગ્રસ્ત શતધન્વાએ કૃતવર્માની સહાયતા સારું પ્રાર્થના કરી. કૃતવર્માએ કહ્યું કે, કૃષ્ણ અને બળરામ જેવા મેાટા સમા અપરાધ હું નહિ કરું. એઓને અપરાધ કરવાથી કાણુ સુખી થાય? તેઓના દોષ કરવાથી પોતાના અનુચરે સહિત કંસ રાજ્યલક્ષ્મીથી ભ્રષ્ટ થઈ મરણુને શરણ થયા અને જરાસધ પશુ સત્તર વાર સંગ્રામમાં હાર ખાઈને જતા રહ્યો.' આમ કૃતવર્માએ ના પાડતાં શતધવાએ અક્રૂરજીની પેાતાને પડખે રહેવા પ્રાર્થના કરી. એમણે પણ કહ્યું કે, ‘કૃષ્ણ અને બળભદ્ર ઈશ્વરરૂપ છે. એમના બળને જાણનારા કયા પુરુષ એમની સામે વિરોધ કરે? જે ભગવાન પેાતે આ જગતને પેાતાની લીલાથી સર્જે છે, પાળે છે અને નાશ કરે છે; જેની ગતિને માયાથી મેહ પામેલા બ્રહ્માદિક પણુ જાણતા નથી; અને જેણે સાત વર્ષની બાલ્યાવસ્થામાં બાળક જેમ બિલાડીના ટાપને ઉખાડી લે તેમ લીલા માત્રમાં પર્વતને ઉખાડીને એક હાથથી ધારણ કરવા જેવું અદ્ભુત કર્યું કરનાર, અનંત, સર્વના કારણુ અવિનાશી, અને પરમાત્માના એવા કૃષ્ણ ભગવાનને હું પ્રણામ કરું છું.'
અક્રૂરજીએ આમ કહ્યું એટલે પાતે આવેલા મિણ અક્રૂરજીને થાપણ તરીકે સેાંપી શતધન્વા સા ચેજન ચાલે એવા અશ્વારૂઢ થઈ ત્યાંથી જતા રહ્યો. પછી ગરુડની ધ્વજાવાળા અને મહાવેગવાન અશ્વ જોડેલા રથમાં બેસીને બળભદ્ર અને કૃષ્ણ સત્રાજિતને મારનાર શતધવાની પાછળ ગયા, મિથિલા નગરીના ઉપવનમાં ધાડા થાકથી પડી જવાથી શતધવા પગપાળા નાઠો. ભગવાન પણુ ક્રોધથી એની પાછળ દોડયા. કૃષ્ણ ભગવાને શતધવાનું માથુ તીક્ષ્ણ