________________
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૫૩
જિનેશ્વરદેવ : તીર્થંકર પરમાત્મા, વીતરાગી જીવોમાં પુણ્યાઈવાળા.
શ્રેષ્ઠ
જિલ્લા-ઇન્દ્રિય ઃ જીભ, મુખમાં રહેલી રસને ચાખનારી ઇન્દ્રિય.
જીર્ણ થયેલ : સડી ગયેલ, જૂનું થયેલ, નાશ પામેલ.
જીવ : શરીરધારી આત્મા, ઇન્દ્રિયાદિ બાહ્ય પ્રાણોવાળો આત્મા. જીવરહિત ઃ જીવ વિનાનું, નિર્જીવ, જેમાંથી જીવ ચાલ્યો ગયો છે
તે.
જીવવિચાર : જીવ સંબંધી વિચારો જે ગ્રંથમાં છે તે; પૂ. શાન્તિચંદ્રસૂરિજીએ બનાવેલો ગ્રંથવિશેષ.
જીવસ્થાનક ઃ જીવોના ચેતનાની અપેક્ષાએ પાડેલા ભાગો, સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ કુલ ૧૪ જીવસ્થાનકો.
જીવિતાશંસા : સુખ આવે ત્યારે લાંબું લાંબું જીવવાની ઇચ્છા. જૈનધર્મ : વીતરાગ પરમાત્માએ
ઝાંઝવાનું જળ : મૃગજળ, સૂર્યના પ્રકાશથી રસ્તા ઉપર થતો જલનો આભાસ.
Jain Education International
જિનેશ્વરદેવ/ટિતિ જિનમહોત્સવે
બતાવેલો સંસારસાગર તરવા માટેનો માર્ગ, રાગાદિને હણનારો રત્નત્રયીનો માર્ગ.
જૈનસાધુ ઃ વીતરાગ પરમાત્માના માર્ગે ચાલનારા, વૈરાગી સાધુ-સંતો, સંસારના સર્વથા ત્યાગી અને ત્યાગના ઉપદેશક,
જૈનેતર ધર્મ : જૈનધર્મથી ભિન્ન જે ઇતર ધર્મો. જૈનેતર સાધુ ઃ જૈનસાથી ભિન્ન જે સાધુ, પરંપરાએ પણ સંસારના ભોગોનો ઉપદેશ આપનારા, તેનું ઉત્તેજન આપનારા, મોક્ષમાર્ગાદિ તત્ત્વોની વાસ્તવિક પરિસ્થિતિથી અજાણ સાધુ. જોગાનુજોગ ઃ સમયસર જેના
યોગની અપેક્ષા રખાતી હોય તેનો જ અથવા તેના સદૃશનો સંયોગ થઈ જાય તે.
જ્યેષ્ઠ સ્થિતિઃ ઉત્કૃષ્ટ સ્થિતિ, વધારેમાં વધારે કર્મોની મોટી સ્થિતિ.
ဘ
ઝટિતિ જિનમહોત્સવે ઃ જિનેશ્વર પ્રભુના જન્મમહોત્સવમાં કે દેવો ! જલ્દી કરો.
For Private & Personal Use Only
www.jainelibrary.org