SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ તટસ્થ તપશ્ચર્યા તટસ્થ : પક્ષપાત વિનાનો માણસ, બે પક્ષોની વચ્ચે સ્થિર રહેનાર. તડતડ : અગ્નિમાં તણખા ફૂટે તેનો અવાજ, આગમાં લૂણ જેમ તડાકતડાક અવાજ કરતું તૂટે, તેમ અશુભ કર્મબંધ તૂટે છે. તત્ત્વસંવેદનશાન : જ્ઞાનાવરણીય, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય આ ત્રણે કર્મોના ક્ષયોપશમવાળું, આત્માના અનુભવવાળું સાચું તાત્ત્વિક જે જ્ઞાન તે. તત્ત્વજ્ઞાન : નવ તત્ત્વો, દ્રવ્ય, ગુણ, પર્યાયાદિનું જે પારમાર્થિક જ્ઞાન. ૫૪ જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ તત્કૃતિરૂપક : સાચી અને સારી વસ્તુ દેખાડી, તેના સરખી તેને મળતી બનાવટી વસ્તુ આપવી તે. તત્ત્વાર્થશ્રદ્ધાન : તત્ત્વભૂત પદાર્થોની રુચિ કરવી, પ્રીતિ કરવી, શ્રદ્ધા કરવી, વિશ્વાસ કરવો. તત્ત્વાર્થાધિગમ સૂત્ર : પૂજ્ય ઉમાસ્વાતિજીરચિત સૂત્રાત્મક મહાગ્રંથ. જે ગ્રંથ દિગંબરશ્વેતાંબર એમ બન્નેને માન્ય છે. તથાગતિપરિણામ ઃ પ્રતિબંધ વિનાનું Jain Education International અજીવ નીચે જાય છે અને પ્રતિબંધ વિનાનો જીવ ઉપર જાય છે, કારણ કે જીવઅજીવની એવા પ્રકારની ગતિ કરવાનો સ્વભાવ છે. તથ્ય જીવન ઃ સત્યજીવન, સાચું જીવન, વાસ્તવિક સાચું જીવન. તથ્ય વચન : યથાર્થ વચન, સાચું વચન, જેવું હોય તેવું વચન. તષ્ઠિત પ્રત્યય : શબ્દોને જે પ્રત્યયો લાગે તે, જેમ ગ્રામ શબ્દ ઉપરથી ગ્રામ્ય, નગર શબ્દ ઉપરથી નાગરિક. તદ્ભવમોક્ષગામી : તે જ ભવે મોક્ષે જનારા, ભવાન્તર ન કરનારા. તદ્વચનસેવના : ઉપકારી પરમ ગુરુજીનાં વચનોની સેવા કરવાનું ભવોભવ મળજો. તનવાત : પાતળો વાયુ, ઘનોદધિઘનવાતનો જે આધાર. તનુતમ : અતિશય વધારે પાતળું, અતિશય ઘણું પાતળું. તનુતર : વધારે પાતળું, ઘણું જ પાતળું. તન્મય : એકાગ્ર થવું, લીન થવું, ઓતપ્રોત બનવું. તપશ્ચર્યા : આહારાદિનો યથાયોગ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016082
Book TitleJain Paribhashik Shabdakosha
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1997
Total Pages166
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy