________________
દેશીશબ્દસંગ્રહ. (દેશીનું લક્ષણ
દેશી' શબ્દને સામાન્ય અર્થ “અનેક દેશની તળપદી ભાષાઓ” થાય છે પણ તે અતિવ્યાસ અર્થ અહીં વિવક્ષિત નથી તેથી દેશી પ્રાકૃતને વિશુદ્ધ અર્થ સમઝાવવા સારૂ હવે તેનું લક્ષણ-સ્વરૂપ-કહી બતાવે છે :
देश विशेषप्रसिद्धया भण्यमाना अनन्तका भवन्ति । तस्माद् अनादिप्राकृतप्रवृत्तभाषाविशेषको देशी ॥४॥
અમુક શબ્દ અમુક દેશમાં પ્રસિદ્ધ છે માટે તે દેશી છે એમ ધારીને એ રીતે ભિન્ન ભિન્ન દેશ પ્રસિદ્ધ તેવા શબ્દોને સંગ્રહ કરવા જઈએ તે એવા શબ્દો અંનત હોવાથી તેમને સંગ્રહ થઈ જ ન શકે માટે અનાદિકાળથી ચાલી આવેલી વિશેષ પ્રકારની પ્રાકૃત ભાષાને અહીં દેશી પ્રાકૃત તરીકે ઓળખવાની છે.
શ – દેશી’ શબ્દને જે અર્થ પ્રસિદ્ધ છે તેને અહીં દેશી પ્રાકૃતના લક્ષણરૂપે શા માટે સ્વીકારેલ નથી ?
સ–દેશી શબ્દનો અર્થ જુદા જુદા દેશની તળપદી ભાષાઓ છે, મહારાષ્ટ્ર વિદર્ભ અને આભીર વગેરે દેશ ઘણા છે, તેમની ભાષાઓ પાર વિનાની છે અને તેમના શબ્દો તે અનંત છે—
આ બાબતનું સ્પષ્ટીકરણ કરતાં સંગ્રહકારે જુદા જુદા સાત શબ્દો આ પ્રમાણે જણાવેલા છેઃ મા-પશ્ચાત–ઉછી.
प्रेयंड-धूर्त-धूतारो 'નિ -નિત-જિતે
हिंग-जार-जार कर्म करनार उक्खुडहुंचिअ-उत्क्षिप्त-ऊपर फेंकेलो विड-प्रपंच-छळ कपट
રમૂઢ-મૂર્વ-gવાહી–ઢી –હવે જે દેશને ઊપર પ્રમાણેને સાધારણ અર્થ લઈ એ તે જન્મારે પૂરો થતાં ય એ અનંત દેશમાં પ્રચલિત એવા અનંત અનંત શબ્દને સર્વ સંગ્રહ કરી શકાય એમ નથી.
આ બાબત બીજા કેઈએ કહ્યું પણ છે
“જુદા જુદા દેશોમાં જે શબ્દ પ્રસિદ્ધ છે તે બધા શબ્દને સર્વસંગ્રહ કરવા સારૂ દિવ્ય એવાં હજાર યુગ જેટલો સમય હોય અને એ
१ निक्कइला पा. । निवकूइला बं. । २ उक्खुरु बं. ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org