SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દકોશ પ્રકારની લાગણીબુદ્ધિ પેદા થાય તેવો મગજનો ભાગ. જ્ઞાનચક્ષુ : અંતર્ચક્ષુ, પવિત્ર દૃષ્ટિ. જ્ઞાનદગ્ધ : અજ્ઞાની, અધુરા જ્ઞાનને કારણે થતો વિપર્યાસ. જ્ઞાનદ્રવ્ય : મંદિરો કે દહેરાસરોમાં થતી રકમની ઊપજ જે તે જ કાર્ય માટે વપરાય. જ્ઞાનધારા : વિશેષ પ્રયત્ન દ્વારા એક ઇષ્ટ વસ્તુમાં ઉપયોગને જોડવો. જ્ઞાનનાડી : : સુષુમણા નાડી. જ્ઞાનનિન્યતઃ સત્ય વસ્તુને, પોતાના જ્ઞાનને તથા જેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેવા ગુરુને છુપાવનાર તથા ઉ૫કા૨ ભૂલી જનાર. જ્ઞાનપરિષહ : સાધુજનોને વિશિષ્ટ જ્ઞાનના અભાવમાં પોતાને હલકો માનવાનો ભાવ. જ્ઞાનપુલાક : જ્ઞાનને નિઃસાર બનાવનાર પુલાક લબ્ધિવાળો. જ્ઞાનપ્રતિબંધક : સંશય, અસંભવનો, વિપરીત ભાવના પ્રતિબંધક છે. જ્ઞાનપ્રવાદ : ચૌદપૂર્વ માંહેનું પાંચમું પૂર્વશાસ્ત્ર. જ્ઞાનમાત્સર્યઃ જ્ઞાન સંબંધી મદ, અન્ય લેવા યોગ્ય છતાં દ્વેષબુદ્ધિથી જ્ઞાન આપવાની ભાવના ન થાય. જ્ઞાનવૃદ્ધ જ્ઞાનમાં પારંગત અનુભવી. જ્ઞાનવૈરાગ્ય : જ્ઞાનપૂર્વક થયેલો ઉચ્ચ ૩૭૧ Jain Education International શેયતત્ત્વ વૈરાગ્ય. તત્ત્વબોધથી થયેલો સંસારત્યાગનો ભાવ. જ્ઞાનસમાધિ : જ્ઞાન સ્વરૂપમાં લીનતા. જ્ઞાનાચાર : જૈનદર્શનના પંચાચારમાં પ્રથમ આચાર, જ્ઞાન ભણવું, ભણાવવું વગેરે. જ્ઞાનપ્રાપ્તિ માટેના વિનયાદિ ગુણોનું પાલન. જ્ઞાનાતિશય : તીર્થંકર ભગવાનનો પૂર્ણજ્ઞાનરૂપી શ્રેષ્ઠ ગુણ, જેના વડે તેઓ લોકાલોકને સંપૂર્ણ જાણે. જ્ઞાનાતીત : જ્ઞાનના વિકલ્પથી પણ પાર ગયેલા પૂર્ણજ્ઞાની. જ્ઞાનાવરણ ઃ કર્મની મુખ્ય આઠ પ્રકૃતિમાં પ્રથમ પ્રકૃતિ જે આત્માના જ્ઞાન સ્વરૂપને આવરણ કરે. જ્ઞાનાવરણ કર્યું : આત્માની જ્ઞાન શક્તિ દબાવનાર કર્મ. આ કર્મ સર્વઘાતી છે તેનો સંપૂર્ણ ક્ષય થતાં આત્મા કેવળજ્ઞાન પ્રાપ્ત કરે. જ્ઞાનાવસ્થિતક : જ્ઞાનમાં સ્થિત થયેલું જ્ઞાનાંતરાયકર્મ. જ્ઞાન પ્રાપ્તિમાં, તેના સાધનમાં અંતરાય આવે અથવા એક જીવ અન્યને પણ અંતરાય કરી કર્મ બાંધે. જ્ઞાનોપયોગ : ઉપયોગના બે પ્રકારમાંથી વિશેષ જ્ઞાનને જ્ઞાન ઉપયોગ કહે છે. તેના આઠ ભેદ છે. શેયતત્ત્વ : જણાવા યોગ્યતત્ત્વ જગતના પદાર્થો વિષયક તત્ત્વ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy