________________
નયા
૧ ૨૪
પ્રબ છે.
કરાવે, ઉપલબ્ધ કરાવે, પ્રગટ કરાવે તે નય છે. દરેકની પ્રણાલી સ્વતંત્ર છે. એથી વિરોધી ધર્મોનું નિરાકરણ ન કરે પણ વસ્તુના એક અંશને ગ્રહણ કરવાવાળા જ્ઞાનનો અભિપ્રાય તે નય છે. અનંત પર્યાયાત્મક વસ્તુને કોઈ એક પર્યાયનું જ્ઞાન કરવામાં નિર્દોષ યુક્તિથી પ્રયોગ કરે,
સ્યાદ્વાદ શૈલીથી પ્રગટ કરે તે નય છે. તે સમયે શેષ પર્યાય કે ધર્મની અપેક્ષા નથી. બે વિરોધાત્મક ધર્મયુક્ત તત્ત્વમાં કોઈ એક ધર્મને જણાવવું તે નય છે. યદ્યપિ વસ્તુને પ્રમાણથી જાણીને નિશ્ચિત કરીને અનંતર કોઈ એક અવસ્થા દ્વારા એક અંશથી પદાર્થનો નિર્ણય કરે તે નય છે. શ્રુતજ્ઞાનના વિકલ્પને નય કહે છે. અનોખ્ય સાપેક્ષનય સમ્યગુ છે, અન્યોન્ય નિરપેક્ષનય મિથ્યા છે. મુખ્ય બે ભેદ છે. ૧. દ્રવ્યથિક નય ૨. પર્યાયાર્થિક નય. (નિશ્ચય તથા વ્યવહાર નય. દ્રવ્યનય, ભાવનય.) પ્રમાણ વસ્તુના પૂર્ણ સ્વરૂપને જણાવે નવ વસ્તુના અંશને. પ્રમાણ અનેકાંતગ્રાહી સકલદેશી છે. નય અપેક્ષાએ એકાંતગ્રાહી વિકલાદેશ છે. પ્રમાણ વસ્તુના સર્વધર્મોને યુગપતું ગ્રહણ કરે. નય
જૈન સૈદ્ધાંતિક ક્રમથી ગ્રહણ કરે. અનંતાત્મક નયની વિવક્ષા મુખ્ય સાત નયમાં કરી છે. નૈગમનઃ ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ ત્રણેના વિકલ્પને ગૌણ - મુખ્યપણે સ્વીકારે છે. જેમકે ભાત રાંધવાની તૈયારી થાય ત્યારે કહેવાય કે ભાત બનાવી રહ્યા છે. જે વસ્તુ ભવિષ્યમાં બનવા માટે છે તેને બની રહી છે તેમ કહેવું. શુદ્ધ કે અશુદ્ધ નય નૈગમની પ્રણાલીમાં સમાય છે. સંગ્રહનય: સર્વ વસ્થાઓને તથા વિશેષ વિષયને ભેદ સહિત પોતાના નવમાં અવિરોધપણે એક માનીને સામાન્યથી સર્વને ગ્રહણ કરે તે સંગ્રહાય. જેમકે જીવસમૂહ, અજીવસમૂહ, પદાર્થના સંગ્રહને સ્વીકારે છે. વ્યવહારનય : સંગ્રહનય દ્વારા ગૃહિત પદાર્થોને ભેદ સહિત તે વસ્તુમાં ભેદ કરવો. જેમ દ્રવ્ય અભેદ છે તેમાં ગણપર્યાય વડે ભેદ કરવો. જેમકે ચાર દ્રવ્યો અરૂપી છે. પરંતુ આત્મા ચેતના લક્ષણવાળો છે આવો ભેદ બતાવવો તે વ્યવહાર નય. ઋજુસૂત્રનય ભૂતકાળ વિનષ્ટ છે, ભવિષ્ય અનુત્પન્ન છે તેથી તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org