________________
શબ્દપરિચય
બંધ જે ગુણઠાણા સુધી કહ્યો છે તે અવશ્ય બંધાય. ધ્રુવસત્તા જે કર્મપ્રકૃતિઓની સત્તા અનાદિ મિથ્યાત્વ જીવને સમ્યક્ત્વ પામ્યા પહેલાં સદાકાળ હોય તે. ધ્રુવોદયી: જે કર્મપ્રકૃતિઓનો ઉદય
બીજા કર્મગ્રંથ આદિમાં જે ગુણઠાણા સુધી કહ્યો હોય ત્યાં સુધી અવશ્ય હોય.
નગ્નતા : દિગંબરત્વ ધારણ કરવું. અચેલકત્વ, દિગંબર મુનિદશા. નખક્ષત : નખો દ્વારા કરાયેલા શરીર
ઉપરના ઘા. નપુંસક ઃ દ્રવ્યથી પુરુષ કે સ્ત્રીલિંગ - (ચિલ્ડ્રન) બંને શક્તિથી રહિત. ભાવથી સ્ત્રીરૂપ કે પુરુષરૂપ ન હોય. બંને વેદ-ભોગ કામના અતિપ્રબળ હોય. તેથી તેમનું ચિત્ત પણ કલુષિત હોય. નપુંસકવેદના ઉદયથી સ્ત્રી-પુરુષ બંને લિંગ, મૂછ-દાઢી, સ્તનાદિરહિત જન્મથી મરણ સુધી દ્રવ્ય નપુંસક હોય. નભસ્થળ : આકાશમંડળ. નભોમણિ સૂર્ય; આકાશમાં રહેલું
:
જાજ્વલ્યમાન રત્ન.
નમસ્કાર : નમવું. પ્રણામ કરવા. પંચપરમેષ્ઠીના ગુણોનું મન દ્વારા સ્મરણ કરવું. વચન દ્વારા ગુણોનું
Jain Education International
૧૨૩
નય
વર્ણન ક૨વું. શરી૨ દ્વારા ચરણોમાં નમવું. બે હાથ, બે ઘૂંટણ અને મસ્તક પાંચ અંગો વડે પંચાંગ નમસ્કાર. અથવા મસ્તક નમાવી પ્રણામ કરવા. તેમાં વિધિ માટે કંઈક ગણતરી છે, અન્યથા પુનઃ પુનઃ નમસ્કા૨ થઈ શકે. દ્રવ્યથી પંચાંગ વગે૨ે નમસ્કાર છે. ભાવના વડે નમવું તે ભાવનમસ્કાર છે. નમસ્કારમંત્ર : ણમોકારમંત્ર, નવકા૨મંત્ર, જેમાં પંચ પરમેષ્ઠીનાં પાંચ પદ અને તેના મહિમાનો બોધ થવા ચાર પંક્તિ ચૂલિકારૂપ છે. એમ નવકારમંત્ર છે.
નમિનાથ
ભગવાન : ભરતક્ષેત્રની ચોવીસીના ૨૧મા
વર્તમાન
તીર્થંકર.
નય ઃ જ્ઞાનનો પ્રકાર છે, દૃષ્ટિ.
આ વિષય ઘણો વિશાળ, જટિલ, અનેક, અનંત ભેદોવાળો છે. જોકે વસ્તુના ધર્મને નિર્ણય સુધી લઈ જાય છે. અનેક ધર્માત્મક, ગુણો અને પર્યાયોસહિત, એક પરિણામથી બીજા પરિણામમાં, ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં, કાળથી બીજા કાળમાં અવિનાશી સ્વભાવરૂપમાં રહેવાવાળા દ્રવ્યનું એક દેશ જ્ઞાન કરાવે તે નય છે. અર્થાત્ જીવાદિ પદાર્થોને એક દેશ લાવે, પ્રાપ્ત કરાવે, આભાસ
For Private & Personal Use Only
www.jainelibrary.org