________________
ત્રણ છત્ર પ. પૂ. શ્રી યશોદેવસૂરિ મહારાજ
-
-
તીર્થકર કેવલી–સર્વજ્ઞ થાય ત્યારે દેવે અષ્ટમહાપ્રાતિહાર્યની રચના કરે છે. એમાં ચોથું પ્રાતિહાર્ય તે ત્રણ છત્ર છે. કેવલી અવસ્થાથી લઈને નિર્વાણુ પર્યત પ્રભુના મસ્તક ઉપર દેવનિર્મિત ત્રણ છત્રોનું અસ્તિત્વ રહે છે. આ ત્રણ છત્રો એકસરખા માપનાં નહિ પણ નાનાં મોટાં હોય છે. પરંતુ એ કયા ક્રમે હોય છે ? સૌથી ઉપર નાનું અને પ્રભુના મસ્તક ઉપર સૌથી મોટું એવા સવળા ક્રમે હેય છે કે સૌથી ઉપર મેટું અને પ્રભુના મસ્તક ઉપર છેટલું તે નાનું એવા અવળા ક્રમે હેાય છે ? તેને ઉત્તર એ છે કે પ્રભુના મસ્તક ઉપર આ ત્રણ છત્રો સવળા ક્રમે જ હોય છે.
આજથી ૨૫-૩૦ વર્ષ ઉપર ચિત્રકાર શ્રી ગોકુલભાઈ કાપડીયા પાસે ભગવાન શ્રી મહાવીરનાં દીક્ષાનાં ચિત્રો શરૂ કરાવ્યાં હતાં. કેવલજ્ઞાન પછીનાં ચિત્રો ચિતરાવવામાં આવશે ત્યારે મારે છત્ર બતાવવાનો પ્રસંગ ઊભો થશે જ, ત્યારે તે છત્ર કેવી રીતે બતાવવાં તે પ્રશ્ન મારી સામે ખડો થયો હતો. ભારતની પરિકરવાળી મૂર્તિઓમાં સવળાં ત્રણ છત્રો જેવાં મળતાં હતાં. પ્રાચીન મૂતિ. શિ જે મળી આવ્યાં તેમાં પણ ત્રણ છો સવળાં જ જોવા મળતાં હતાં. બીજી બાજુ વીતરાગસ્તોત્રની ટીકાના આધારે સમાજમાં તેથી ઊલટાં એટલે અવળાં છત્રની સમજ પણ સારી પ્રવર્તતી હતી, ત્યારે મને થયું કે આ બાબતમાં સાચું શું ? તેને નિર્ણય થઈ જાય તે ચિત્રો કરાવવાના પ્રસંગે ખાટું આલેખન ન થવા પામે.
હું મારા અનુભવ લખું કે–આરકયોલોજિકલ ડિપાર્ટમેન્ટનાં પ્રકાશને દ્વારા, અન્ય મોટી મેટી સંસ્થાઓ દ્વારા, બહાર પડેલાં નાનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org