________________
જૈન સાહિત્ય સમાગુ છે જૈનતીર્થ તારંગા - એક પ્રાચીન નગર :
. કનુભાઈ શેઠે આ વિષય પર બોલતા કહ્યું હતું કે, તારંગા પર બારમી સદીનું અજિતનાથ ભગવાનનું પ્રાચીન દહેરાસર દર્શનીય છે. તારંગા તીર્થની માહિતી “રાસમાળા'માંથી પ્રાપ્ત થાય છે. રાસમાળામાં જણાવ્યું છે કે અહીં કેટલાક નવા નાના દહેરાસરે છે. સ્વચ્છ જળાશયો છે. પર્વત પર દેવી તારંગાનું મંદિર છે. તેથી તેનું નામ તારંગા પડયું છે. તે વેણુ વત્સરાજના સમયનું છે. સંભવ છે કે આ સ્થળે કુમારપાળે બંધાવેલ અજિતનાથના દહેરાસર પૂર્વે પણ કોઈ દહેરાસર હેય. આ સ્થળની ચારે તરફ જંગલે છે અને ભેમિયા વિના ત્યાં જવું મુશ્કેલ છે. અહીં પહોંચવાના બે માર્ગો છે. ઈડરની માફક અહીં નાને દુર્ગ છે. આ પર્વતની ખીણમાં અજિતનાથ ભગવાનનું દહેરાસર છે. તેની આજુબાજુના ત્રણ શિખરે પર નાની છત્રીઓ છે. જે ભોમિયાનું સ્થાન છે. તારંગા નગરના રક્ષણ માટે દુર્ગ બાંધે છે. જ્યાં ભેખડો સીધી અને ચઢાણું અશક્ય છે. તેવા સ્થળોને બાદ કરતા બીજા ભાગ પર સ્થાનિક ગ્રેનાઈટ પથ્થરની ભીતે બાંધી છે. આ દુર્ગને પૂર્વ અને પશ્ચિમ દિશાના દરવાજા છે. તેમાં પૂર્વના દરવાજાની રચના સુલતાન યુગની કમાનવાળી છે. તથા દરવાજા પરની ભીંત પર શિખરના ભાગે, ચકેશ્વરી, તીર્થકર આદિ શિ૯પ દેખાય તે રીતે જડી દીધેલા છે. સમકીતના સડસઠ બેલ :
શ્રી ઉષાબહેન મહેતાએ આ વિષય પર વક્તવ્ય આપતાં જણુવ્યું હતું કે વ્યવહાર સમિતિનું પાલન કરવા માટે સડસઠ ભેદનું જ્ઞાન આવશ્યક છે. ચાર સહણ, ત્રણ લિંગ, દશ પ્રકારને વિનય, ત્રણ પ્રકારની શુદ્ધિ, પાંચ દુષણને ત્યાગ, આઠ પ્રભાવકો, પાંચ લક્ષણ, પાંચ ભૂષણો, ઈ આગારા, છ જયણ, છ ભાવના અને છ સ્થાનક એમ સડસઠ ભેદોથી યુક્ત હોય તે સમ્યકત્વ શુદ્ધ કહેવાય. સમકત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org