________________
આ
હિત્ય સમારોહ
પામેલો જીવ સમકિત સાચવવા સડસઠ બોલની આરાધના કરતા હોય છે. નિશ્ચિયથી સમકિતની સાધના, મેહનીય કર્મની સાત પ્રકૃતિએ અનંતાનુબંધી કેધ, માન, માયા લેભ તથા મિથ્યાત્વ મેહનીય, મિશ્ર મોહનીય અને સમકિત મોહનીય આ સાત પ્રકૃતિને ઉપશમ, કાપશમ કે ક્ષય હે જોઈએ, તે જ સાચી આરાધના છે. લોચન-કાજલ સંવાદ:
ડે. કીર્તિદા જોશીએ આ વિષય પર બોલતા કહ્યું હતું કે, લોચનકાજલ સંવાદ કવિ જયવંતરિની રચના છે. જયવંતસૂરિ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ગણનાપાત્ર કવિઓમાંના એક છે. તેમની કવિત્વશક્તિ અસાધારણ છે. તેઓ વડતપગચછની રત્નાકર શાખાના સાધુ હતા. કવિની જીવન ઘટનાઓના સમય નિદેશે મળતા નથી. તેમની કૃતિઓમાં મળતા સમયને આધારે તેમને કવનકાળ સોળમી સદીના મધ્યભાગ અને ઉત્તરાર્ધ નિશ્ચિત થાય છે. લેચનકાજલ સંવાદ જયવંતરિની બે ઢાળ અને ૨૯ કડીની રચના છે. આ કૃતિ ટૂંકી છે પરંતુ કથનના ચાતુર્ય અને સ્નેહભાવના વિલક્ષણ નિરૂપણની દૃષ્ટિએ આકર્ષક છે. આમ તે “સમાન રૂપ ગુણ વ્યાસનેષ મૈત્રી” એમ કહેવાય છે. પણ નિર્ગુણ સાથે પણ સંબંધ હોય શકે એ વિશિષ્ટ વિચાર આ નાનકડી કૃતિનું આકર્ષણ છે. આ લઘુકૃતિ તેના કથનના ચાતુર્ય વિષયની રજૂઆતની વિલક્ષણતા, ઉત્તમ દષ્ટાંત કલા અને પરંપરા કરતાં નવા વિષયની પસંદગીને કારણે ધ્યાનપાત્ર બની રહે છે.
અન્ય નિબંધ : દ્વિતીય બેઠકમાં ઉપરોક્ત નિબંધોની રજૂઆત ‘ઉપરાંત (૧) ડે. ધવલ ગાલાએ Cosmic Universel Without Beginning and without End એ વિષય પર, (૨) શ્રી પ્રકાશ પી. વોરા એ "જિનેશ્વર પરમાત્માનું વિજ્ઞાન” એ વિષય પર અને (૩) શ્રી હસમુખલાલ શાંતિલાલ શાહે “અહિંસા પાલનમાં જેન સાહિત્યનું ગદાન” એ વિષય પર નિબંધ વાંચન કર્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org