________________
જૈન સાહિત્ય સમારોહ–ગુછ
કાવ્યકૃતિ તરીકે જે પાંચેક મુદ્દાઓ પરત્વે આપણું લક્ષ દેરાય છે તે છે: (૧) આ કૃતિમાં વાતાકથન કવિનું ગૌણુ પ્રજન રહ્યું છે. (૨) અહીં કથન કરતાં ભાવનિરૂપણું અને વર્ણન વિશેષ ધ્યાન ખેંચે છે (૩) કૃતિના બહિરંગની પણ કવિએ સવિશેષ માવજત કરી છે. (૪) ચારણું છટાવાળા વિવિધ છંદોને કવિએ ખૂબ લાડ લડાવીને એમાંથી ભરપૂર સંગીત ઊભું કર્યું છે. (૫) કવિને પાંડિત્ય અને બહુશ્રુતતા અહીં પ્રગટ થાય છે. અન્ય વકતા :
પ્રથમ બેઠકમાં ઉપરોક્ત નિબંધેની રજૂઆત ઉપરાંત (૧) પૂ. " મુનિશ્રી નવરત્નસાગરજીએ ધ્યાનયોગ” અને (૨) પૂ. સાધ્વીશ્રી કલ્પગુણશ્રીજીએ શ્રુતજ્ઞાનને મહિમા એ વિષય પર મનનીય વક્તવ્ય રજૂ કર્યા હતા. દ્વિતીય બેઠક :
રવિવાર, તા. ૨૦મી માર્ચ, ૧૯૯૪ના રાત્રીના આઠ વાગે યાત્રિક ગૃહમાં જૈન સાહિત્ય સમારોહની બીજી બેઠક મળી હતી. જેમાં નીચેના વિદ્વાનોએ પિતાના નિબંધે રજૂ કર્યા હતા. સતધર્મ સંશાધન :
- શ્રી ગોવિંદજીએ જીવરાજ લેવાયાએ આ વિષય પર વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે ધર્મની ઈમારત સત્યના પાયા પર નિર્ભર હોય છે. આ પાયાના (૧) દર્શન (૨) અધ્યાત્મવિદ્યા (૩) આચારસંહિતા અને (૪) પરંપરા એ ચાર મુખ્ય અંગ છે. આ ચતુર્વિધ પરિપ્રેક્ષ્યમાં કોઈ પણ ધર્મનું મૂળ સ્વરૂપ જાણમાં આવી શકે. આ સ્વરૂપ સમજવાની મનસ્થિતિ પણ સત્ય વડે જ સાઈ શકે. સત્ય અને સતધર્મ એટલા ગાઢપણે સંલગ્ન છે કે ધમ કયાંથી શરૂ થાય છે અને સત્ય કયાંથી પ્રવિષ્ટ થાય છે તે કળવું કઠિન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org