________________
બારમે જન સાહિત્ય સમારોહ
વર્તનની અશુદ્ધિઓ દૂર કરી મનને શાંત અને સ્વસ્થ થવામાં સહાયક થવાનું છે. અંતે ધ્યેય છે સમત્વના વિકાસ દ્વારા આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થાત સ્વાનુભૂતિ. વિશ્વના બધા જ મહાપુરુષોએ “સર્વને ઓળખવા ઉપર ભાર મૂકે છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે-“જબ જાજે નિજ રૂપકે, તબ જાન્યો સબ લેક, નહિ જાન્યો નિજ રૂપકે, તબ જાન્ય સબ ફેક', કબીર કહે છે: આત્મજ્ઞાન વિના જગ જુઠા ! સોક્રેટીસ Know Thyself કહી આત્મજ્ઞાનનું મહત્તવ સ્વીકારે છે. યોગ એટલે પિતાની જાતની મુલાકાત. આત્મશક્તિ જાગૃત કરવા માટે ધ્યાનયોગ સર્વોત્કૃષ્ટ સાધન છે. ધ્યાનયોગ દ્વારા અંતર્મુખ થઈ વિતરાગપદ પ્રાપ્ત કરી -શકાય. જૈન ધર્મમાં સ્ત્રીઓનું સ્થાન :
છે. હંસાબહેન શાહે આ વિષય પર વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે શાસ્ત્ર અને વ્યવહાર એ બંને સ્ત્રી જાતિને આધ્યાત્મિક અને શારીરિક વિકાસમાં પુરુષજાતિની સમાન સિદ્ધ કરે છે. ભગવાન મહાવીરે સ્ત્રીને પુરુષ સમાન ગણીને ચતુર્વિધ સંઘમાં સાવી અને શ્રાવિકાને સ્થાન આપીને મહિલાઓનું ગૌરવ વધાર્યું છે. ભગવાન મહાવીરના સમયમાં ચંદનબાળા, મૃગાવતી, સુલાસા વગેરે મહિલાઓનાં જવલંત ઉદાહરણ છે. અઢી હજાર વર્ષનાં ઈતિહાસમાં અનેક મહિલાઓના ઉત્તમ દષ્ટાંત જોવા મળે છે. કવિ સહજસુંદરની એક અપ્રકટ રચના :
પ્રા. કાન્તિલાલ બી. શાહે આ વિષય પર બોલતાં કહ્યું હતું કે, જૈન સાધુ કવિ સહજસુદર ઉપદેશગ૭ના સિદ્ધસૂરિ-ધનસારની પરંપરામાં રેનસમુદ્ર ઉપાધ્યાયના શિષ્ય. તેમની ગુણરત્નાકર છંદકૃતિને મુખ્ય વિષય જૈન સંપ્રદાયમાં ખૂબ જાણીતા એવા સ્થૂલભદ્ર-શાના કથાનકને છે. આખી રચના કુલ ચાર અધિકારોમાં વહેચાયેલી છે. આ કૃતિ કુલ ૪૧૮ કડી ધરાવે છે. આખી કૃતિ વાંચતા એક કથાત્મક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org