________________
જેન સાહિત્ય સમારોહ-ગુ૭ ૨
પૂજા અને અન્ય પૂજા સાહિત્ય, ઉપાધ્યાય યશોવિજયજી અને શ્રી જ્ઞાનવિમલસૂરિની રચનાઓ તેમજ અચલગચ્છના પ્રભાવક આચાર્ય શ્રી જયશેખરસૂરિના સાહિત્યનું રસપાન કરાવ્યું હતું. ખરા નેતૃત્વની ખાટ :
ખ્યાતનામ વિદ્વાન, ત્યાગમૂતિ શ્રી જેરીમલ પારેખે સંબોધન કરતાં કહ્યું હતું કે, કેટલીકવાર વિચાર એ થાય છે કે સમાજ અને સાહિત્યને શું લેવા દેવા ? આવા સાહિત્ય સંમેલને ખરેખર જનતાને ઉપયોગી થાય છે ખરા? આ દેશમાં ક્યારેક ધર્મ સામાજિક રહ્યો છે તો કયારેક સમાજ ધાર્મિક રહ્યો છે. આ દેશની કેટલીક નબળાઈઓ સ્પષ્ટ જણાઈ રહી છે. આજે સૌથી વધારે ખેંચે તેવી વાત એ છે કે મહાત્મા ગાંધી પછી આ દેશમાં ખરા નેતૃત્વની ખોટ ઊભી થઈ છે. આજનાં આપણું ઘણુંખરાં રાજકીય નેતાઓ તદન વામણું અને દિશાદર વિનાના છે. આજે આપણે કયાં જઈ રહ્યા છીએ, આપણું મંતવ્ય શું છે તેને ખ્યાલ જ આપણને નથી. તીર્થકર ભગવાન દીપક સમાન :
આ ઉદ્ધાટન બેઠકમાં વિદ્વાન વ્યાખ્યાતા પ્રા તારાબહેન ૨. શાહે ઉ ધન કરતાં જણાવ્યું હતું કે, જ્ઞાન એ દીપક છે. દીપકની હાજરીમાં જેમ અંધકાર ટકી શકે નહિ તેમ જ્ઞાનરૂપી દીપક જેમના અંત:કરણમાં વિદ્યમાન છે. તેમના અંતઃકરણમાં અજ્ઞાન, રાગ, દ્વેષ, મોહ, ફોધ, ઈર્ષ્યા અને અસૂયારૂપી અંધકાર તથા તે અંધકારમાંથી ઉત્પન્ન થનારા અશાંતિ, દુઃખ, ખેદ કે શેકરૂપી દુર્ગુણે ટકી શકતા નથી. તીર્થકર ભગવાન દીપક સમાન છે. તીર્થકર એટલે તીર્થ પ્રવર્તક અને ધર્મ પ્રવર્તક તીર્થકર ભગવાન પોતે તર્યા અને આપણને તરવાને ઉપદેશ આપી ગયા છે. જેમ એક દીપમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org