________________
બારમો જૈન હિત્ય સમારોહ
ગુજરાત રાજયના કાયદે, ન્યાય અને ગ્રામ વિકાસ ખાતાના મંત્રી શ્રી નવીનચંદ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે કચ્છ તપભૂમિ છે. કરછની આ પુનિત ધરા પર બોતેર જિનાલય જેવા પવિત્ર તીર્થ. સ્થળમાં જેન સાહિત્ય સમારોહનું આયોજન થાય એ અત્યંત આનંદ સાથે ગૌરવની વાત છે. જૈનધર્મે વિશ્વને અહિંસાને સંદેશ આપે છે. જૈનધર્મ ગ્રંથોમાં આપવામાં આવેલા ઉપદેશનું અનુસરણ થાય તે જગત તનાવ મુક્ત બની શકે, હિંસા મુક્ત બની શકે, અને સારું જીવન જીવવા માટે સક્ષમ બની શકે. સમાજમાં અહિંસા, શાંતિ, એકતા, ભાઈચારો અને પરસ્પર સુમેળ સાધવા જેને સાહિત્ય ઘણું ઉપયોગી થઈ શકે. આજના કપરા કાળમાં માણસ માણસ તરીકે જીવવાનું શીખે, સૃષ્ટિના રંગમંચ પર થોડું ભેજુ વાપરે તે તેને સંસાર સુખી અને સંતેવી બને. અંતમાં શ્રી શાસ્ત્રીએ જૈન સાહિત્ય સમારોહ દ્વારા ધર્મ, સાહિત્ય, નીતિ, સદાચારની વાતે લે કોના હૃદય સુધી પહોંચે અને સાહિત્ય સમારોહની આ વિરલ પ્રવૃત્તિથી અનેકેનું જીવન નંદનવન બને એવી શુભકામના દર્શાવી હતી. જન સાહિત્યનું યોગદાન :
સુપ્રસિદ્ધ વ્યાખ્યાનકાર મુનિશ્રી દેવરનસાગરજી મહારાજે આ પ્રસંગે વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે કચ્છનું આ કેડાય ગામ કચછની કાશી છે. અહીં કોડાયમાં સાહિત્ય સમારોહ ન થાય તે આશ્ચર્ય થાય ! આ ભૂમિના પરમાણું અતિ પવિત્ર છે. આજથી સવાસે વર્ષ પહેલાં આ ભૂમિ પર સાહિત્યના વિદ્વાનનું અવારનવાર મિલન થતું. અહીં જ્ઞાન ગંગોત્રી સતત વહેતી રહેતી. જેને સાહિત્યનું વિશ્વના સાહિત્યમાં અદભૂત યોગદાન છે. એમ જણાવીને જેન સાહિત્યકારાના હાથે સજાયેલું સાહિત્ય, શ્રીપાળચરિત્ર, શ્રી દેવચંછની વીશી-પદરચનાઓ, શ્રી સકલચંદ્રજીની સત્તરભેદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org